- એસએલી પર સ્થિતિ તણાવપૂર્ણ
- સુરક્ષામાં કરાયો વધારો
- સ્થાનિક લોકોએ સેનાની મદદ કરી
- ચીજ વસ્તુઓ સેના સુધી પહોંચાડવા સ્થાનિક લોકોએ મદદ કરી
લદ્દાખમાં ભારત અને ચીન સેના આમને સામને જોવા મળી રહી છે, નિયંત્રણ રેખા પર ચાલી રહેલ ખેંચતાણ વચ્ચે સીમા પાસે વસેલા ગામમોના લોકો પણ સેના સાથે ખડે પગ જોવા મળ્યા છે,પેન્ગોગ તળાવ પાસે ઊંચા પહાડો પર સૈનાની સંખઅયામાં વધારોલ કરવામાં આવ્યો છે, સ્થાનિક લોકોએ કોઈ પણ પ્રકારની માંગ વગર સેનાની મદદ કરી રહ્યા છે,દુર્ગમ વિસ્તારોમાં સામાન્ય લોકો દ્વારા જરુરી સામગ્રીઓ પહોંચાડવામાં મદદ કરવામાં આવી હતી.
લદ્દાખ પાસેની સરહદ સુધી પહોંચવાનો રસ્તો ખુબ જ કછીન છે, આ સાથે જ અનેરપ પહાડી વિસ્તારોમાં સેનાની તૈનાતી પણ કરવામાં આવી છે, આવી સ્થિતિમાં સેનાને જરુરી સામગ્રી પહોંચાવડી પડકારરુપ છે, આ વિસ્તારોમાં પરગપાળા ચાલીને અનેક માઈલો સુધી યાત્રા કરવી પડતી હોય છે,આવી સ્થિતિમાં સરહદ પાસે વસતા ગામના લોકોએ સેનાને જરુરિ ચીજ વસ્તુઓ પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે.
ભારત અને ચીન વચ્ચે વર્ષ 1962 ના યુદ્ધના સાક્ષી એવા ચૂશુલ ખીણ વિસ્તારમાં પણ સૈન્યની સંખ્યા વધારી દેવામાં આવી છે. આ તે વિસ્તાર છે જ્યાં ભારતીય સૈનાના જાંબાજાઓને હવાઈ માર્ગે દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા, અહી તેની યાદમાં, કુમાઉં રેજેન્ગલા મેમોરિયલ પણ અહીં બનાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ચીન સાથેનો તણાવ વકરી રહેલો જોવા મળે છે. એક તરફ, રશિયામાં, ચીનના સંરક્ષણ મંત્રી ભારતીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથએ મુલાકાત કરી હતી, તો બીજી તરફ ચીની સેનાએ એલએસી પર ભારતીય ચોકીઓને નિશાન બનાવી ફાયરિંગની ઘટનાને અજામ આપ્યો જો કે જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પણ ચીની સેના પર ગોળીબાર કરીને મૂહતોડ જવાબ આપ્યો છે.અને તેમના નાપાક ઈરાદા પર પર ફેરવ્યું છે
સાહીન-