Site icon Revoi.in

ભારત અને ચીનની બોર્ડર પર સ્થિતિ ગંભીર, અમેરિકાએ ચીનને આપી ચેતવણી

Social Share

અમદાવાદ:  ચીન દ્વારા ફરીવાર ભારતમાં ઘુસણખોરીના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ભારતીય સેના પણ ચીની સેનાની તમામ નાપાક હરકતો પર નજર રાખી રહી છે ત્યારે અમેરિકાએ પણ ચીનને ચેતવણી આપી છે.

અમેરિકાના વિદેશમંત્રી  માઈક પોમ્પિયોએ કહ્યું કે તેઓ ચીનની તમામ હરકતો પર નજર રાખી રહ્યા છે અને શાંતિપુર્ણ સમાધાન થાય તેવી આશા રાખી રહ્યા છે. જો કે માઈક પોમ્પિયો દ્વારા તે પણ કહેવામાં આવ્યું છે કે ચીન સતત તેના પાડોશી સાથે આક્રમક રીતે વર્તાવ કરી રહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયે વધારે જણાવતા કહ્યું કે તેઓ તાઈવાન વિવાદથી લઈને શિનજીયાંગ, સાઉથ ચાઈના સી થી લઈને હિમાલય, સાયબર સ્પેશથી લઈને ઈન્ટેલ ઓર્ગેનાઈઝેશનમાં અમે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી સાથે કામ કરી રહ્યા છે જેમાં ચીન દ્વારા તેમના જ માણસો પર દબાવ કરવામાં આવે છે અને તેના પાડોશી દેશ સાથે આ વર્તન કરવામાં આવે છે. ચીનના આ પ્રકારના વલણને રોકવા માટે એક જ રસ્તો છે તે છે બેઈજિંગની વિરુદ્ધમાં એક થવું

ચીન દ્વારા અવાર નવાર ભારતમાં ઘુસણખોરી કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પણ ભારતીય સેનાની સતર્કતાથી ચીનને દરવખતે પગ પાછા વાળવા પડે છે.

_VINAYAK