Site icon hindi.revoi.in

આત્મનિર્ભર ભારત 3.0 – સરકારે કરી 12 જેટલી મોટી જાહેરાત અને 2.65 લાખ કરોડ રૂપિયાનું પેકેજ

Social Share

નવી દિલ્લી: નવા રાહત પેકેજની ઘોષણા કરતા નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે પ્રથમવાર બે કરોડ રૂપિયા સુધીના રહેણાંક એકમોના વેચાણ માટે આવકવેરામાં રાહતની જાહેરાત કરી છે. પ્રથમવાર બે કરોડ રૂપિયા સુધીના રહેણાંક એકમોના વેચાણ માટે સર્કલ રેટ અને સમાધાન મૂલ્યની વચ્ચેનો તફાવત બમણા કરવાની જાહેરાત કરવામાં આવી છે. અત્યાર સુધી સર્કલ રેટ અને સમાધાન મૂલ્ય વચ્ચેના ફક્ત 10 ટકા તફાવતને મંજૂરી આપવામાં આવી હતી.

રહેણાંક રીયલ એસ્ટેટ સેક્ટરને પ્રોત્સાહિત કરવા માટે સરકારે પહેલીવાર રહેણાંક એકમના રૂ. 2 કરોડના મૂલ્ય સુધીના વેચાણ માટેના સર્કલ રેટ અને સમાધાનની કિંમત વચ્ચેનો તફાવત વધારીને 30 જૂન 2021 સુધી કર્યો છે. સરકારના આ પગલાથી ઘર ખરીદનારા અને વિકાસકર્તા બંનેને ફાયદો થશે અને વેચાયેલા મકાનોની સંખ્યા ઘટાડવામાં પણ મદદ મળશે.

નાણામંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજના માટે રૂ.18,000 કરોડની વધારાની રકમ ફાળવવાની પણ જાહેરાત કરી છે. આ રીયલ એસ્ટેટ પ્રોજેક્ટને પૂર્ણ કરવામાં અને રોજગાર તેમજ અર્થતંત્રને વેગ આપવા માટે મદદ કરશે.

તેમણે કહ્યું કે, 2020-21ના બજેટના અંદાજ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજનાને વધારવા 18,000 કરોડ રૂપિયાની રકમ ઉપલબ્ધ કરવામાં આવશે. આ વર્ષે પહેલા જ સરકાર 8,000 કરોડ રૂપિયાની ઉપલબ્ધતા કરાવી ચૂકી છે. આ જાહેરાતથી 12 લાખ મકાનોના નિર્માણમાં મદદ મળશે તો સાથે 18 લાખ મકાનોના નિર્માણ પૂર્ણ થશે. આ યોજનાથી 78 લાખ નવી રોજગારી પેદા થશે અને સ્ટીલ અને સિમેન્ટની માંગ પણ વધશે

નિર્માણ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને સમર્થન આપવા માટે સરકારે સરકારી કરારોમાં અર્નેસ્ટ મની ડિપોઝિટ અને પર્ફોર્મન્સ સિક્યુરિટી આવશ્યકતાઓમાં પણ રાહત આપી છે. પર્ફોર્મન્સ સિક્યુરિટીને ઘટાડીને 3 ટકા કરવામાં આવી છે. જે પહેલા 5 થી 10 ટકા હતી. ટેન્ડરો માટે હવે અર્નેસ્ટ મની ડીપોઝીટની આવશ્યકતા રહેશે નહીં. આ રાહત 31 ડિસેમ્બર 2021 સુધી ઉપલબ્ધ રહેશે.

_Devanshi

Exit mobile version