Site icon hindi.revoi.in

‘સફાઈગીરી એવોર્ડસ’માં સિંગર અભિજિત ભટ્ટાચાર્યે સલમાન ખાન પર નિશાન સાધ્યું

Social Share

મહાત્મા ગાંધીના વિચારને આગળ વઘારતા પ્રધાન મંત્રી મોદીએ વર્ષ 2014મા સ્વચ્છ ભારત મિશનની શરુઆત કરી હતી,પીએમ મોદીની આ પહેલને આગળ ધપાવવા માટે દેશના સૌથી મોટા મીડિયા ગ્રૃપ ‘ઈન્ડિયા ટુડે ગ્રૃપે’ વર્ષ 2015મા સફાઈગીરી એવોર્ડ્સની શરુઆત કરી હતી,.આ અભિયાનને અનુલક્ષીને આજે બુધવારના રોજ ગાંધી જયંતીના દિવસે સફાઈગીરી એવોર્ડેસના પાંચમા સંસ્કરણમાં સિંગર અભિજીત ભટ્ટાચાર્ય હાજર રહ્યા હતા.

આ એવોર્ડેસમાં પહોંચેલા સિંગર અભિજીતે સલમાન ખાન પર નિશાન સાધ્યુ હતું,તેમણે સલમાન ખાનના અરિજીત સિંહને રિપ્લેસ કરીને પાકિસ્તાની સિંગરને કામ અપાવવા માટેની નિંદા કરી હતી.આ પહેલા પણ તેમણે દંબગ ખાન પર પાકિસ્તાની સિંગર્સ સાથે કામ કરવા પર અનેક સવાલ ઉઠાવ્યા હતા.

સિંગર અભિજીત ભટ્ટાચાર્યે કહ્યું કે, સૌથી વધુ ગંદકી એ  છે કે,આપણા દેશના ઉભરતા એક સિંગરનું સોંગ પાકિસ્તાની પાસે ડબ કરાવવામાં આવ્યું,માત્ર તે સિંગરનું સોંગ જ નહી પરંતુ સોનું નિગમના સોંગ સાથે પણ આવું કરવામાં આવ્યું, સોનુ નિગમને ફતવો અપાયો હતો. ત્યારે હું એક જ તેમની સાથે ઉભો હતો.

” પાકિસ્તાનમાં તેઓ તેમના ક્ષેત્રમાં ફિલ્મોનો વ્યવસાય બનાવવા માટે આમ કરે છે, તેઓ આપણાને જણાવવા માંગે છે કે મેં અરિજિતનું ગીત, સોનુ નિગમનું ગીત પાકિસ્તાનથી ડબ કરાવ્યું છે. જો તમારી પાસે હિંમત હોય તો એક વાર મારા પાસે એક સોંગ ગવડાવો અને મારું સોંગ કોઈ પાકિસ્તાની પાસે ડબ કરીને બતાવો”. જ્યારે સિંગરને પૂછવામાં આવ્યું કે જો આવું થાય તો તેઓ શું કરી શકે? જવાબમાં અભિજિતે કહ્યું-‘ હું ફરીથી કુહાડી લાવીશ અને મારા પગ પર મારી નાખીશ’

સિંગરે વધુમાં કહ્યું કે,મને પાકિસ્તાનીઓથી કોઈ સમસ્યા નથી. તેઓ ઘણા સારા હોય છે. આપણે તેમની પાસેથી દેશભક્તિ શીખવી જોઈએ. તેઓ ભારતમાં ખાય છે અને કમાણી કરીને પાકિસ્તાનમાં લઈ જાય છે. ત્યારે આજ કેટેગરીમાં મારે સામે  કરણ જોહર અને ભટ્ટ પણ છે.જેઓ ભારતમાં ખાય છે અને પાકિસ્તાનનો રાગ આલાપ કરે છે . બંને વચ્ચે કોઈ  ફરક નથી. હું પાકિસ્તાનના કોઈ કલાકારનું નામ નથી લેતો.

Exit mobile version