Site icon hindi.revoi.in

મંદિરનો પાયો ખોદવા માટે ચાંદીના પાવડાનો ઉપયોગ કરાયો

Social Share

અમદાવાદ: રામ મંદિર સાથે દરેક ભારતીયની એવી લાગણી જોડાયેલી છે કે જેને કોઈ રીતે તોલી શકાય નહી. તમામ ભારતીય રામ મંદિરના નિર્માણ અને ભૂમિપૂજન માટે દિલો જાનથી કામ કરી રહ્યા છે, જે રીતે સરકાર તથા સ્થાનિક લોકોમાં રામમંદિરને લઈને ઉત્સાહ છે તેવો કદાચ કોઈએ પહેલા જોયો હશે નહી. રામ મંદિરના નિર્માણમાં ભગવાન શ્રી રામના સન્માન માટે ચાંદીના સાધનથી સિમેન્ટ લગાવવામાં આવ્યો.

રામનગરી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ વર્ષો બાદ શરૂ થવા જઈ રહ્યું છે. અયોધ્યા કદાચ પાંચ સદીઓથી રામ મંદિરના નિર્માણની ચળવળની ભૂમિ હોઈ શકે, પરંતુ મર્યાદા પુરુષોત્તમની ભૂમિએ ક્યારેય ધીરજ છોડી ન હોતી. વિશ્વાસનો પાયો રામ ભક્તોના બલિદાન સંઘર્ષ પર ટકી રહ્યો હતો અને દરેકને વિશ્વાસ હતો કે એક દિવસ રામલાલાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે અને તેમાં રામલલા બેસશે.

એ રાહ હવે પૂરી થઈ ગઈ છે. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રામનગરીમાં ભૂમિપૂજન સંપન્ન કર્યું છે . આ સમય દરમિયાન મંદિરનો મજબૂત પાયો પણ નાખવામાં આવ્યો છે. મંદિરનો પાયો ખોદવા માટે ચાંદીના પાવડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.અને ચાંદીના સાધનથી ઇટ પર સિમેન્ટ લગાવવામાં આવી છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાયો ખોદવા માટે ચાંદીના બનેલા પાવડોનો ઉપયોગ કર્યો છે. પીએમ મોદી ગર્ભગૃહના સ્થાન પર પાવડા વડે પાયો ખોદયો અને ચાંદીના સાધનથી ઇટ પર સિમેન્ટ લગાવવામાં આવી.

_Devanshi

Exit mobile version