કોંગ્રેસના વરિષ્ટ નેતા સિદ્ધારમૈયાએ વીર સાવરકરને મહાત્મા ગાંઘીની હત્યાનું કાવતરુ ઘડનાર કહીને નિશાન સાધ્યું હતું,તેમણે સવાલ ઉઠાવ્યો છે કે,ગાંઘીજીના હત્યારાને ભારત રત્ન કઈ રીતે આપી શકાય.
સિદ્ધારમૈયાએ કહ્યું કે,વીર સાવરકર હિન્દુ મહાસભાના અઘ્યક્ષ હતા,તેઓ ષડયંત્ર રચનારાઓમાંથી એક હતા જેમણે મહાત્મા ગાંઘીની હત્યાનું કાવતરુ ઘડ્યું હતું,તેઓ એક આરોપી હતા,પુરાવા ન મળવાના કારણે તેમના પર કોઈ પણ પ્રકારના આરોપ સાબિત નહોતા થઈ શક્યા,100 આરોપીઓમાંથી 90 લોકોને મૂક્ત કરવામાં આવ્યા હતા,સાવરક કાવતરુ ઘડનાર હતા,તો શું હવે આ આરોપ સાથે તેમને ભારત રત્ન આપવામાં આવશે ?
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં બીજેપીએ પોતાના સંકલ્પ પત્રમાં વીર સાવરકરને ભારત રત્ન આપવાનો વાયદો કર્યો છે,મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસએ કહ્યું કે,તેમની સરકાર કેન્દ્ર સરકાર પાસે માંગણી કરશે કે સાવરકરને ભારત રત્ન આપવામાં આવે,ત્યાર બાદ આ વાતને લઈને રાજકરણ માહોલ ગરમાયો છે.
કોંગ્રેસ સતત બીજેપી પર શાબ્દીક વાર કરી રહી છે,કોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે,મહાત્મા ગાંઘીની હત્યા માટે વીર સાવરકરને અપરાધિક કેસનો સામનો કરવો પડ્યો હતો,સાથે તિવારીએ એ દાવો પણ કર્યો છે કે,કપુર આયોગે પણ આ વિષયમાં તપાસ કરી હતી અને તાજેતરમાં જ દાવો કરવામાં આવ્યો હતો કે આયોગે સાવરકરને તે માટે જવાબદાર ગણાવ્યા છે,હવે દેશને ભગવાન જ બચાવી શકે છે.
વીર સાવરકરના પોત્ર રણજીત સાવરકરે કહ્યું કે,ઈન્દિરા ગાંઘીએ વીર સાવરકરને સમ્માનિત કર્યા હતા,મને દ્રઢતા સાથે લાગી રહ્યું છે કે તેઓ ઈન્દિરા નુયાયી હતી,કારણ કે તેમણે પાકિસ્તાનને ઝુકાવ્યું હતું,સેના અને વિદેશી સંબઘોને મજબુત કર્યા અને તેમને પરમાણું પરીક્ષણ પણ કર્યું, તે દરેક લોકો નેહરું અને ગાંઘીજીની ફિલોસોફીના વિરુધમાં છે.