Site icon hindi.revoi.in

“સ્વ થી સર્વજન સુધી મનયુવાન નવયુવાન શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી..!!!”

Social Share

  – પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

“હું ઝળહળા નો મોહતાજ નથી,

મને મારું અજવાળું પૂરતું છે.

અંધારા ના વમળ ને કાપે,

કમળ તેજ તો સ્ફૂરતું છે.

હું પોતે જ મારો વંશજ છું ,

હું પોતે મારો વારસ છું ,

પ્રારબ્ધ ને અહીંયા ગાંઠે કોણ !?

હું પડકાર ઝીલનારો માણસ છું!”

                      સાથીઓ આમ જોતાં આપણને આ રચના એમ લાગે છે કે આ કોઈ કવિ ની સુંદર કલ્પના હશે!!!! અમુક વિરલ વ્યક્તિત્વો “જે જીવતા હોય છે એ લખતા હોય છે અને જે લખતા હોય છે એ જ જીવતા હોય છે” ઉપરોક્ત પંક્તિઓ આ વાતની સાક્ષી પુરે છે આ પંક્તિઓના સર્જક બીજું કોઇ નઈ પણ આપણા દેશના ૭૦ વર્ષની ઉંમરે રાષ્ટ્રનિર્માણ માટે રોજે રોજ ૧૮ ૧૮ કલાક કામ કરતાં  ઉર્જાવાન મનયુવાન નવયુવાન શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદી..!!!  પ્રધાનમંત્રીના વટ ને કટ કરીને પ્રધાનસેવક તરીકે કામ કરી રહ્યા છે એ…નરકેસરી નરેન્દ્ર મોદી ! જે દેખાય છે એ એમની ઘડાયેલી પ્રતિભા નો પ્રભાવ છે બાકી પ્રધાનમંત્રી નો વટ સહેજેય નહીં ! એ જે જીવ્યા છે અને જીવે છે એ લખે છે…ફરીથી એમની જ પંક્તિઓ યાદ આવે….!!

 

“સફળ થયા તો ઈર્ષા પાત્ર ,

નિષ્ફળ થયા તો દયા પાત્ર,

સફળ નિષ્ફળ ની પાર જઈ

 ત્રીજે કિનારે ઉભો માત્ર…!!”

                         આ ત્રીજા કિનારે ઊભેલું અદભુત વ્યક્તિત્વ છે ! રાજકારણ અને પરિવારકારણ ના બંને કિનારાઓથી પર થઈને   નરેન્દ્રભાઈ ના ત્રીજા કિનારા ને જોઈએ તો …રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્વયંસેવક થી શરૂ કરીને એક સમર્થ રાષ્ટ્ર સેવક ..પ્રધાનસેવક તરીકે જનતાએ સહર્ષ સ્વીકાર્યા એ જ એમની ૭૦ વર્ષે યશગાથા… એમની દીર્ઘદ્રષ્ટિ દેશ માટે શ્રેષ્ઠતમ છે અને એ પ્રજાએ સહર્ષ સ્વીકાર્યું  છે સત્યાગ્રહી અને સ્વચ્છાગ્રહી  ગાંધીજીને સદેહે ગયે વર્ષો થઇ ગયા પણ….પણ એમનો સ્વચ્છતા નો સંકલ્પ દેશવ્યાપી બનાવી અને  જન જન ના મન સુધી પહોંચાડ્યો …. આજે નાના બાળકને પણ પૂછીએ કે કચરો ક્યાં નંખાય !? તો છાતી ફુલાવી ને ગજ ગજ કેહ કે ડસ્ટબીન માં અને બાળકને એમ પૂછીએ કે કોણે કીધું તો કહે કે “મોદી કાકા એ !!!!” ગુજરાત માં વાંચે ગુજરાત , ખેલ મહાકુંભ , વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ , અને બીજા અનેકવિધ નવીન  માં નવીન વિકાસ કામોની ભરમાર એમના દ્વારા મળેલી આ અમૂલ્ય શ્રેષ્ઠતમ કાર્યોની ભેટ ગુજરાત ક્યારેય ભૂલી શકે ?વર્તમાન સમયમાં પણ કદમ થી કદમ મિલાવતા આ આપણા પ્રધાનસેવક શ્રી નરેન્દ્રભાઇ એ મેક ઈન ઇન્ડિયા, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા , ડિજિટલ ઇન્ડિયા , આત્મનિર્ભર ભારત … જેવી શ્રેણીબદ્ધ અને દૂરંદેશી યોજનાઓ દ્વારા દેશને સમૃદ્ધિના સર્વોચ્ચ શીખરે પહોંચાડવાનું ભગીરથ કાર્ય આ કર્મશીલ જનસેવક એ જ કર્યું અને હજી એમનો એ જ જુસ્સો એ જ ઉર્જા અકબંધ છે આજે જ્યારે આ નવયુવાન નરેન્દ્ર મોદી જી નો દેશવાસીઓ ૭૦ મો જન્મ દિવસ ઉજવી રહ્યા છે ત્યારે… એમ સ્પષ્ટ માની શકાય કે જીવન માં વર્ષો ઉમેરાય અને વયોવૃદ્ધ થવું એ કુદરતી છે પણ આપણી ઉર્જા અને ધગશ અકબંધ રાખી મનોવૃધ્ધ ન જ થવું એ આપણા પર નિર્ભર છે અને આપણા નરેન્દ્રભાઈ એ સદાય મનયુવાન માણસ છે ! અને આજે આ મનયુવાની ભર્યો ૭૦  મો જન્મદિવસ સવાસો કરોડ દેશ વાસીઓ સાથે જનકલ્યાણ ના કાર્યો થકી ઉજવી રહ્યા છે એની આપણ ને સૌને પ્રસન્નતા હોય જ ! આ નવયુવાન મનયુવાન નરેન્દ્રભાઈ હકાર અને પડકાર ના માણસ છે….હકાર એમના DNA માં છે એમ અનુભવાય …. એ જેટલી મક્કમતા થી રાષ્ટ્રવિરોધીઓ ને પડકાર આપી ને હંફાવે છે એટલી જ સહજતાથી આપણા રાષ્ટ્રીયપક્ષી મોરને દાણા ખવડાવે છે એની સાથે સાથે એમની જીવન યાત્રા જોઇએ તો ખ્યાલ આવે…બાળપણ અતિ સામાન્ય પરિવારમાં વિતે પરિસ્થિતિ સંઘર્ષથી ભરપૂર અને પડકાર જનક તો પણ હકારના સથવારે  શિવાજી , વિવેકાનંદ જી …અને પ્રેરણાદાયી પુસ્તકો સાથે એમનો બાળપણનો ઉછેર !!!  બાળપણ માં ખોવાયેલા આ એન .ડી હમેશા ગામની લાયબ્રેરીમાં જ મળે !!

એમના શાળાજીવનનો  એક પ્રેરક પ્રસંગ ..શાળામાં દીવાલ ના હોવાથી સૌ વિદ્યાર્થી ઓ એ ભેગા મળી ચેરિટી શો કરીને શાળા માટે દીવાલ બનાવડાવેલી આ થયું બધા ને એક કરી ને નેક કામ ! આ દીવાલ નિર્માતા ક્યારેક દેશ નિર્માતા બનશે એનો એ વખતે કોઈને સ્વપ્નેય ખ્યાલ હશે ખરો !? અને આ જ સિદ્ધાંત  પર સૌને એક કરી ને નેક કામ કરવાનું રાષ્ટ્ર નિર્માણ કરવાનું બીડું વર્ષોથી ઝડપ્યું છે એવા સંગઠન “રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ” ની શાખામાં બાળપણ થી જ જોડાયા ! મગર નું બચ્ચું પકડીને ઘેર લાવતા અને વડનગરના શર્મિષ્ઠા તળાવમાં ડૂબકી મારતા મારતા ..RSS ની શાખાઓ માં જતા આ નરેન્દ્ર હવે યુવાની માં પ્રવેશી ચુક્યા હતાં ! યુવાની ખીલી હતી શાળાજીવન પૂર્ણતાને આરે હતું ત્યાં રાષ્ટ્રહિત માટે…સમાજહિત માટે …કંઇક કરી છૂટવાની …કંઈક આધ્યાત્મિક પામવાની એમની આ આતુરતા એમને બે વર્ષ માટે ભર યુવાનીમાં હિમાલય સુધી લઈ ગઈ….. ખીલેલી યુવાનીએ હિમાલયના રમણીય શિખરો અને ગુફાઓના ભવ્ય સાનિધ્યમાં દિવ્યપ્રવાસી તરીકે જીવ થી શિવ સુધી ની સફર કરી..चरैवेति चरैवेति ના મંત્રને ચરિતાર્થ કર્યો ! હિમાલય થી પરત ફર્યા બાદ સમયાનુસાર રાષ્ટ્ર સમર્પિત…સંઘ સમર્પિત પરમ આદરણીય વંદનીય મહાનુભાવો વકીલ સાહેબ, દેવરસજી,નાથાલાલજી,અટલજી,અડવાણી જી,નાનાજી,ભંડારીજી અને બીજા અનેક વિધ સ્વયંસેવકોના  સાનિધ્યમાં પોતાના અથાગ પરિશ્રમના પારસમણી રૂપે નિર્માણ થયું એક વિકાસશીલ સંપૂર્ણ પરિપક્વ વિચારશીલ  રાજકીય વ્યક્તિત્વ ! અને આ વ્યક્તિત્વ કમળરૂપે રાષ્ટ્રાપર્ણમ થયું જે આજે પ્રધાનસેવક તરીકે સવા સો કરોડ દેશવાસીઓનું નેતૃત્વ કરી રહ્યા છે અને જન જન સુધી વિકાસના માધ્યમથી જનકલ્યાણનું પવિત્ર કાર્ય કરી રહ્યા છે આપણા સૌ વતી વિધાતાને પ્રાર્થના કે એમની આજ ઉર્જા અને આજ મનયુવાની કાયમ રાખે ! કવિ શ્રી નરેન્દ્ર મોદીજી ની જ પંક્તિઓ દ્વારા આ લેખ આપણા સૌ વતી એમના જન્મ દિવસે એમને જ અર્પણ !

 

“આભમાં મેઘધનુષ મ્હોરતું, ફોરતું.

હવામાં રંગનાં વર્તુળો દોરતું.

કિયા ભવનું પુણ્ય છે ?!

જિંદગી ધન્ય છે, ધન્ય છે..!!”

એક પોઝિટિવ પ્રશ્ન :

શું સદાય મનયુવાન હોય તો જિંદગીનું આભ મેઘધનુષી રંગોથી ખીલી ઉઠે !??

Exit mobile version