Site icon hindi.revoi.in

કાશ્મીરમાં આતંકીઓના સફાયાની કાર્યવાહી યથાવત: શોપિયાંમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકી ઠાર

Social Share

જમ્મુ: દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં શનિવારે સવારે સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદનો ટોચનો આતંકી કમાન્ડર શાહજહાં પણ સામેલ છે. ગહંડ વિસ્તારમાં સેનાને બેથી ત્રણ આતંકવાદીના હોવાની માહિતી મળી હતી. સેનાના જવાનોએ આતંકવાદીઓને ચારે તરફથી ઘેરીને કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં સેનાની 34 આરઆરની ટુકડી અને એસઓજી શોપિયાં સામેલ થયા હતા. આતંકવાદીઓની તલાશી માટે સર્ચ ઓપરેશન પણ હાથ ધરાયું છે.

એક પોલીસ અધિકારીનું કહેવું છે કે ગહંડ વિસ્તારમાં સુરક્ષાદળોને આતંકીઓના હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ મળ્યા  હતા. બાદમાં સુરક્ષાદળો દ્વારા વિસ્તારની ઘેરાબંધી કરીને શનિવારે સવારે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. તેમણે કહ્યુ છે કે સુરક્ષાદળ આતંકવાદીઓની તલાશ કરી રહ્યા હતા, ત્યારે આતંકીઓ તરફથી ફાયરિંગ શરૂ કરાયું હતું. અધિકારીએ કહ્યુ છે કે સુરક્ષાકર્મીઓએ પણ વળતી કાર્યવાહી શરૂ કરતા બંને તરફ સામસામે ગોળીબાર શરૂ થયો હતો.

આ પહેલા શનિવારે પણ આતંકવાદીઓની સુરક્ષાદળો સાથે અથડામણ થઈ હતી. જેમાં બે આતંકવાદીઓ ઠાર થયા હતા. માર્યા ગયેલા હિઝભુલ મુજાહિદ્દીનના બે આતંકીઓમાંથી એક એમ. ટેક.નો સ્ટૂડન્ટ હતો. ગાંદરબલ જિલ્લાના નુનેર ગામનો વતની આતંકવાદી રાહિલ રાશિદ શેખ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો અને ત્રણ દિવસ પહેલા જ તે આતંકવાદી બન્યો હતો. માર્યા ગયેલા બીજા આતંકવાદીની ઓળખ શોપિયાં જિલ્લાના કીગમ ગામના વતની બિલાલ અહમદ તરીકે થઈ હતી.

રાષ્ટ્રીય રાઈફલ્સ અને રાજ્ય પોલીસના એસઓજી દ્વારા ઈમામ સાહિબના બાગ વિસ્તારમાં સર્ચ ઓપરેશનની કાર્યવાહી દરમિયાન પરગુચી ગામમાં અથડામણ શરૂ થઈ હતી. પોલીસનું કહેવું છે કે છૂપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કર્યો હતો અને બાદમાં બંને આતંકીઓ અથડામણમાં ઠાર થયા હતા

તમારો અભિપ્રાય

કાશ્મીરમાં આતંકવાદીઓ સામેની કાર્યવાહી યોગ્ય છે અને શું સરકારે આતંકવાદીઓને પુરેપુરો છૂટોદોર આપ્યો હોય તેવું આપને લાગી રહ્યું છે. તમારો અભિપ્રાય અને સંદેશ નીચે દર્શાવેલા કોમેન્ટ બોક્સમાં લખીને પોસ્ટ કરો.

Exit mobile version