Site icon hindi.revoi.in

શોલેના સાંભાને બનવું હતું ક્રિકેટર પણ બની ગયા એક્ટર,આજે મૈકમોહનની પુણ્યતિથિ

Social Share

મુંબઈ: બોલિવૂડમાં કેટલાક એક્ટર એવા છે કે, જેમના ફિલ્મમાં વધારે ડાયલોગ નથી હોતા,પણ તેઓ તેમની કલાકારીના દમ પર દર્શકોના દિલ અને મગજ પર પોતાની છાપ છોડી જાય છે. આવા જ એક્ટરોમાંથી એક છે મૈકમોહન. આ નામ એવુ છે કે જેણે પોતાની એક્ટિંગના દમ પર પોતાનું નામ બનાવ્યું છે અને લોકોના દિલ પર રાજ કર્યું છે.

મૈકમોહનનનો જન્મ વર્ષ 1938માં પાકિસ્તાનના કરાચી શહેરમાં થયો હતો . તેમણે પોતાના જીવનમાં 200 થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે અને કેટલીક ફિલ્મોમાં વિલનનો રોલ કર્યો છે. 70 અને 80ના દાયકામાં તેઓ દર બીજી ફિલ્મમાં કામ કરતા હતા તેવુ પણ કહેવામાં આવે છે અને તેવામાં એક નામ હતું સાંભાનું – જે ગબ્બરનો વફાદાર હોય છે.

શોલેમાં સાંભાનો રોલ પ્લે કર્યો જેના કારણે તેમને વધારે નામના મળી હતી. એક્ટર મૈકમોહનને પહેલા ક્રિકેટર બનવાની ઈચ્છા હતી પણ પછીથી તેમણે અચાનક પોતાનું મન બદલ્યું હતું અને એક્ટિંગ સ્કૂલમાં જોડાયા હતા. મૈકમોહનને 10 મે 2014ના રોજ દુનિયાને અલવિદા કહ્યું હતું.

મૈકમોહન વિશે જો વાત કરવામાં આવે તો તેઓ સુનિલ દત્તના ખાસ મિત્ર હતા અને તેઓ રવિના ટંડનના પણ સંબંધી હતા. સુનિલ દત્ત અને મૈકમોહન લખનઉંમાં સાથે ભણ્યા હતા.

Exit mobile version