Site icon hindi.revoi.in

‘2019માં નરેન્દ્ર મોદી પીએમ નહીં બને તો અયોધ્યા જઈને સુસાઈડ કરી લઈશ’- વસીમ રિઝવી

Social Share

શિયા વકફ બોર્ડના અધ્યક્ષ વસીમ રિઝવી એકવાર ફરી ચર્ચાઓમાં છે. મંગળવારે તેમણે કહ્યું કે જો વર્ષ 2019માં નરેન્દ્ર મોદ ફરીથી દેશના વડાપ્રધાન ન બન્યા તો હું અયોધ્યામાં રામ મંદિરના ગેટની પાસે જઈને આત્મહત્યા કરી લઇશ. રિઝવીએ પોતાના નિવેદનમાં કહ્યું કે દેશ દરેક મજહબ કરતા ઉપર હોય છે.

તેમણે કહ્યું કે જ્યારે પણ હું રાષ્ટ્રહિતની કોઈ વાત કરું છું તો કટ્ટરપંથીઓ મને મારી નાખવાની ધમકી આપે છે. તેમણે કહ્યું કે તેઓ ધમકી આપતા કહે છે કે જવા દે મોદી સરકારને, અમે તારા ટુકડા-ટુકડા કરી નાખીશું.

રિઝવીએ કહ્યું કે દેશપ્રેમીઓમાં નરેન્દ્ર મોદી માટે પ્રેમ છે, તો ગદ્દારોમાં ખોફ છે. તેમણે પીએમ મોદીને દેશના કુશળ વડાપ્રધાન ગણાવ્યા. જો 2019માં કોઈ અન્ય રાજકીય દળનો નેતા દેશદ્રોહીઓની મદદથી વડાપ્રધાન બની જશે, તો હું અયોધ્યામાં રામમંદિરના ગેટ પર જઈને આત્મહત્યા કરી લઈશ. તેમણે કહ્યું, દેશદ્રોહીઓના હાથે મરવા કરતા સારું છે, ઇજ્જતની મોત મરી જઉં.  

કોણ છે વસીમ રિઝવી

વસીમ રિઝવી શિયા વકફ બોર્ડના ચેરમેન છે. તેઓ રામમંદિર મુદ્દે નિવેદનો આપવાને લઈને હંમેશાં ચર્ચામાં રહે છે. વસીમ રિઝવી બાબરી મસ્જિદને શિયા વકફ બોર્ડની સંપત્તિ જણાવવાની સાથે જ આ મામલે અયોધ્યામાં રામમંદિર જ બનશે અને મસ્જિદ અલગ શિફ્ટ કરવાથી લઈને ઘણા મુદ્દે પોતાના વિચારો રાખી ચૂક્યા છે, જેને લઇને મુસ્લિમ સમુદાયના લોકો જ વાંધો ઉઠાવી રહ્યા છે.

Exit mobile version