નવી દિલ્હી : દેશમાં લાંબા સમયથી સમાન નાગરીક ધારા પર ચર્ચા થઈ રહી છે. હવે આના પર શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે ક્હયુ છે કે સરકાર ટ્રિપલ તલાક બિલ લાવી અને જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને રદ્દ કરી દીધી. આ દેશમાં એક સમાન નાગરીક ધારો લાવવાની દિશામાં એક શરૂઆત છે. મને લાગે છે કે તેને ઝડપથી દેશમાં લાગુ કરવામાં આવશે.
મહત્વપૂર્ણ છે કે 17મી
લોકસભાનું પહેલું સત્ર કેન્દ્રની મોદી સરકાર માટે ઘણાં દ્રષ્ટિકોણમાં ઐતિહાસિક
રહ્યું છે. સરકારે આ દરમિયાન ટ્રિપલ તલાક બિલ અને અનુચ્છેદ-370ને સમાપ્ત કરનારા
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલને સંસદમાં પારીત કરાવ્યું છે. આ બંને બિલના પારીત થવા
સરકાર માટે એક મોટી સફળતા તરીકે જોવામાં આવે છે. સરકારને આ દરમિયાન બંને ગૃહોમાં
સહયોગી પાર્ટી શિવસેનોનો પણ સંપૂર્ણ સાથ મળ્યો.
સમાન નાગરીક સંહિતા મોદી સરકારના ટોપ એજન્ડામાં રહી છે. ખુદ ભાજપના મહાસચિવ આને
લઈને નિવેદન આપી ચુક્યાછે. આજતકના એક કાર્યક્રમમાં રામ માધવે કહ્યુ હતુ કે આગામી
ત્રણથી ચાર વર્ષોમાં નરેન્દ્ર મોદીની સરકાર આ તમામ કામ પૂર્ણ કરી લેસે જે તેમમે
દેશની જનતા સાથે વાયદો કર્યો છે. કોઈપણ વાયદો અધુરો રહેશે નહીં. આના પછી અમારે
નવું કામ કરવું પડશે જે દેશને વિકાસના માર્ગ પર લઈ જશે. આગામી ત્રણથી ચાર વર્ષમાં
જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમાન નાગરીક સંહીતા પણ લાવશે.
યુનિફોર્મ સિવિલ કોડ અર્થાત સમાન નાગરીક સંહીતાનો અર્થ એક સેક્યુલર કાયદો થાય છે. આ કોઈ રાજ્ય-રાષ્ટ્રમાં રહેતા તમામ ધર્મના લોકો પર સમાનપણે લાગુ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો અલગ-અલગ ધર્મો માટે અલગ-અલગ સિવિલ કાયદાના સ્થાને યુનિફોર્મ સિવિલ કોડની મૂળ ભાવના છે. આ કોઈપણ ધર્મ અથવા જાતિના તમામ અંગત કાયદાઓથી ઉપર હોય છે.