Site icon hindi.revoi.in

ઈસ્લામાબાદમાં લાગ્યા શિવસેનાના પોસ્ટર! : “આજે કાશ્મીર લીધું છે, કાલે બલૂચિસ્તાન-પીઓકે લઈશું”

Social Share

પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદની પોલીસે અજાણ્યા લોકોની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ઈસ્લામાબાદના અલગ-અલગ વિસ્તારોમાં અને રેડ ઝોનમાં ભારતની દક્ષિણપંથી રાજકીય પર્ટી શિવસેનાના નેતાના સંદેશાવાળા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પોલીસ પ્રમાણે ઘણાં સ્થાનો પર રેડ પાડવામાં આવી છે અને ત્રણ લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા છે.

આ સિવાય જિલ્લા વહીવટી તંત્રે નગરનિગમને નોટિસ જાહેર કરીને પુછયું છે કે તે 24 કલાકોમાં જણાવે કે પોસ્ટરોને હટાવવામાં પાંચ કલાક કેમ લાગ્યા?

આ બેનર એવા સમયે લગાવવામાં આવ્યા છે કે જ્યારે ભારતની સરકારે જમ્મુ-કાશ્મીરની બંધારણીય હેસિયત બદલી છે અને તેનો વિશેષ દરજ્જો સમાપ્ત કરી દીધો છે.

ઈસ્લામાબાદમાં લાગેલા બેનરોમાં શિવસેનાના નેતા સંજય રાઉતના નિવેદનને ટાંકવામાં આવ્યું છે કે આજે જમ્મુ અને કાશ્મીર લીધું છે, કાલે બલૂચિસ્તાન-પીઓકે લઈશું અને મને આશા છે કે વડાપ્રધાન અખંડ ભારતનું સપનું પૂર્ણ કરશે.

થામા સેક્રેટ્રિએટના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર અસજદ મહમૂદે કહ્યુ છે કે આ બેનર માત્ર તેમના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ લાગ્યા નથી, પરંતુ અન્ય વિસ્તારોમાં પણ લગાવવામાં આવ્યા છે.

તેમણે કહ્યુ છે કે આ જાણકારી પ્રાપ્ત થયા બાદ પોલીસ અધિકારીઓએ આ બેનરોને ઉતારવાનું શરૂ કર્યું છે.

સ્થાનિક પત્રકારોને બેનર ઉતારવાની તસવીરો લેતા પણ ઈસ્લામાબાદ પોલીસે રોક્યા હતા.

પોલીસે કહ્યું છે કે રેડ ઝોનમાં ફાઈવ સ્ટાર હોટલ સિવાય આસપાસની ઈમારતો પર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ પ્રાપ્ત કરવામાં આવ્યું છે.

આના દ્વારા ઈસ્લામાબાદ પોલીસ બેનર લગાવનારાઓની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે.

આ પોસ્ટરો એવા સ્થાનો પર લગાવવામાં આવ્યા છે કે જ્યાંથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ અને અને ઈન્ટેલિજન્સ બ્યૂરોના મુખ્યમથકો ખાસ દૂર નથી.

ભૂતપૂર્વ પોલીસ અધિકારી અકબર હયાતે કહ્યુ છે કે ઈસ્લામાબાદ અને ફરીથી રેડ ઝોન જ્યાં ઘણાં દેશોના દૂતાવાસો સિવાય વિદેશ મંત્રાલય સિવાય ઘણી વિશિષ્ટ ઈમારતો છે. ત્યાં આવા બેનરોને લગાવવા જિલ્લા પ્રશાસન, પોલીસ અને અન્ય એજન્સીઓ પર સવાલ ઉભા કરે છે.

ઈસ્લામાબાદમાં બેનર લગાવવા માટે પ્રશાસનની અનુમતિ લેવી ફરિયાત છે. ઈસ્લામાબાદ વહીવટીતંત્રનું કહેવું છે કે આવા કોઈપણ બેનર લગાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

ઈસ્લામાબાદમાં કલમ-144 અમલી છે. તેના પ્રમાણે સરકાર વિરોધી અથવા ધાર્મિક ઉન્માદ ફેલાનારા બેનર લગાવવા પર પ્રતિબંધ છે.

Exit mobile version