Site icon hindi.revoi.in

કુમારસ્વામી હતા CM, ટેપમાં અહમદ પટેલનું નામ, પણ શેખર ગુપ્તાની નજરે યેદિયુરપ્પા દોષિત

Social Share
FacebookXLinkedinInstagramTelegramWhatsapp

એડિટર્સ ગિલ્ડવાળા શેખર ગુપ્તાએ કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાને એવા મામલામાં ઘસડવાની કોશિશ કરી છે, કે જેમાં ક્યાંય તેમનું નામ પણ નથી. જે મામલામાં કોંગ્રેસના નેતાઓ પર આરોપ લાગ્યા છે, ધ પ્રિન્ટના શેખર ગુપ્તાએ આને ભાજપના નેતા યેદિયુરપ્પાનું સ્કેન્ડલ ગણાવ્યું છે. જ્યારે લોકોએ તેમને સવાલ  કર્યો કે આ આખા સમાચ્રમાં યેદિયુરપ્પાનું નામ ક્યાં છે, તો તેમણે ચુપકીદી સાધી.

ન્યૂઝ 18 કન્નડે એક ઓડિયો ટેપ જાહેર કરી છે, જે છ માસ જૂની છે. આ ટેપમાં કર્ણાટકના આઈપીએસ અધિકારી ભાસ્કરરાવ કોઈ ફરાઝ નામના વ્યક્તિની સાથે વાત કરી રહ્યા છે, જેથી તેઓ બેંગાલુરુના પોલીસ કમિશનર ગણી શખે. આ ક્લિપમાં ફરાઝ કોંગ્રેસના નેતા અહમદ પટેલનું નામ લઈને કહી રહ્યો છે કે તે ભૂપિન્દર હુડ્ડા સાથે મળવામાં વ્યસ્ત છે. તેમના પાછા ફરતા જ તે રાવની પેરવી કરશે.

આ ટેપમાં કોંગ્રેસના નેતા કે. સી. વેણુગોપાલનું પણ નામ આવે છે. ફરાઝ આ ટેપમાં વારંવાર એપી સાહેબનું નામ લઈ રહ્યો છે અને રાહુલજી સાથે મળવાની વાત પણ કરે છે. આ ઓડિયો ટેપમાં ફરાઝ કહે છે કે જેડીએસ સુપ્રીમો એચડી દેવેગૌડા અને અહમદ પટેલનું ઘણું સારું બને છે. માટે અહમદ પટેલના કહેવાથી કામ થઈ જશે. આ ટેપમાં માત્ર કોંગ્રેસના નેતાઓના જ નામ સામે આવ્યા છે. પરંતુ શેખર ગુપ્તાએ પોતાના ટ્વિટમાં ન જાણે કેવી રીતે યેદિયુરપ્પાને બ્લેમ કર્યા છે.

આ ઓડિયો ટેપ અસત્યાપિત છે, અર્થાત ન્યૂઝ 18 કન્નડ અથવા ધ પ્રિન્ટે આની સત્યતાની પુષ્ટિ કરી નથી. માટે આની અમે પણ પુષ્ટિ કરતા નથી. પરંતુ જે ઓડિયો ટેપમાં કોંગ્રેસના નેતાઓની મદદથી પાછલા બારણેથી કમિશનર બનાવવાની વાત સામે આવી રહી છે, તેમા યેદિયુરપ્પા કેવી રીતે દોષિત છે? આ યેદિયુરપ્પાનું સ્કેન્ડલ કેવી રીતે થયું? આ ઓડિયો ટેપ પણ છ માસ જૂની છે. અર્થાત આ સમયે એચડી કુમારસ્વામી મુખ્યપ્રધાન હતા અને રાજ્યમાં જેડીએસ-કોંગ્રેસના ગઠબંધનની સરકાર હતી.

Exit mobile version