Site icon hindi.revoi.in

મહારાષ્ટ્રના જાણીતા સામાજિક કાર્યકર્તા બાબા આમટેની પોત્રી શીતલ આમટે એ કરી આત્મહત્યા

Social Share

 બાબા આમટેની પોત્રી શીતલ આમટે એ કરી આત્મહત્યા

દેશમાં ખુબ જાણીતા સમાજિક કાર્યકર્તા બાબા આમટેની પોત્રી અને દેવાનંદ મહારોગી સેવા સમિતિની સીઈઓ ડોક્ટર સીતલ આમટે એ પોતાના મહારાષ્ટ્ર સ્થિત નિવાસ સ્થાન  ચંદ્રપુર જીલ્લામાં તેના નિવાસ પર આજરોજ સોમવારે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, તેણે પોતે પોતાનું મોત વ્હાલું કર્યું હતું.

અત્યાર સુધી શીતલ આમટેની આત્મહત્યાનું કારણ બહાર પડ્યું નથી, જો કે આ બાબતે કેટલાક લોકોનું કહેવું છે કે, પરિવારમામં ચાલી રહેલા વિવાદને લઈને શીતલે આત્મહત્યાનું વપગલું ભર્યુ છે, આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા તેઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે, આત્મહત્યાનું કારણ જાણવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

આત્મહત્યા કર્યા બાદ જ્યારે શીતલને ઉપ જીલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી,  મળતી માહિતી પ્રમાણે શીતલે પોતોનું જીવન ટૂંકાવવા માટે ધેરી પ્રદાર્થ વાળા ઈન્જેક્શનનો ઉપયોગ કર્યો હતો.તેણે પોતાના શરિર પર આ ઈન્જેક્શન મારીને જીવન ટૂંકાવ્યું છે, ઉલ્લેખનીય છે કે વર્ષ 2016 દરમિયાન વિશ્વ આર્થિક મંચ દ્રારા યંગ ગ્લોબલ લીડર 2016 તરીકે પસંદ કરવામાં આવી હતી, સામાજિક કાર્યકર્તા તરીકે શીતલ કાર્યરત રહેતી હતી.

સાહિન-

 

Exit mobile version