Site icon hindi.revoi.in

અશક્ય છે કે મોદી કાશ્મીર પર કોઈને મધ્યસ્થતા માટે કહેશે: કોંગ્રેસના નેતા શશી થરુર

Social Share

નવી દિલ્હી  : કોંગ્રેસના નેતા શશી થરુરે નિવેદન આપ્યું છે કે આ અશક્ય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના મુદ્દા પર કોઈ ત્રીજા પક્ષને મધ્યસ્થતા માટે કહેશે. થરુરે આ નિવેદન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની એ વિવાદીત ટીપ્પણી બાદ આપ્યું છે કે જેમાં ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથેની મુલાકાત બાદ કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદીએ કાશ્મીર મુદ્દા પર તેમને મધ્યસ્થતા માટે કહ્યુ હતુ.

ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા આપતા થરુરે કહ્યુ છે કે ટ્રમ્પ જાણતા નથી કે તેઓ શું કહી રહ્યા હતા, કદાચ તેમને આ મુદ્દાની સમજ નહીં હોય અથવા તો પછી કોઈએ તેમને જણાવ્યું નહીં હોય. આ અશક્ય છે કે વડાપ્રધાન મોદી આના માટે કોઈને કહેશે, કારણ કે આ આપણી સ્પષ્ટ નીતિ છે કે આપણે કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતા ઈચ્છતા નથી. જો આપણે પાકિસ્તાન સાથે વાત કરવી છે, તો આપણે સીધી વાત કરીશું.

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે મુલાકાત કરી હતી. મુલાકાતમાં ઈમરાન ખાને અમેરિકા સમક્ષ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે વડાપ્રધાન મોદી પણ તેમને આ મામલામાં મધ્યસ્થતા માટે કહી ચુક્યા છે.

જો કે બાદમાં જ્યારે બંને નેતાઓના નિવેદનનો સત્તાવાર દસ્તાવેજ જાહેર કરવામાં આવ્યો, તો તેમા કાશ્મીરના મુદ્દા પર કોઈ ટીપ્પણી રાખવામાં આવી ન હતી.

Exit mobile version