- આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ
- કંગના એ ફેસને નવરાત્રિની શુભેચ્છાઓ આપી
- શક્તિ જ બધું છે – કંગના રનોત
આજથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ચુક્યો છે. પુરા નવ દિવસ સુધી માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. તે હિંદુ ધર્મના પ્રમુખ તહેવારોમાંનો એક છે.બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનોત હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આવી છે. જ્યાં તે ખૂબ જ એક્ટિવ રહે છે. એક્ટ્રેસએ આજે નવરાત્રિના પહેલા દિવસે પોતાની એક જૂની તસવીર શેર કરી છે અને ફેંસને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી છે.
તસ્વીરમાં કંગના મંદિરમાં પૂજા કરતી જોવા મળી રહી છે. આ તસવીર શેર કરતાં એક્ટ્રેસએ લખ્યું કે,’ શક્તિ વિના શિવ સંપૂર્ણ શૂન્ય છે. તેનો અર્થ એ કે શક્તિ બધું જ છે અને તેમાં અપાર સંભાવનાઓ છે. ચાલો, આ નવરાત્રિ આપણી ઉર્જા સિસ્ટમને વધારવા માટેનું કામ કરીએ.’
ભૂતકાળના પોતાના સંઘર્ષને યાદ કરીને એક્ટ્રેસએ આ ટવિટમાં શક્તિની વાત કરી છે. એક્ટ્રેસ આજકાલ તેની આગામી ફિલ્મોને લઈને ચર્ચામાં છે. જ્યાં તેણે હાલમાં જ તેની ફિલ્મ ‘થલાઇવી’ નું શૂટિંગ પૂર્ણ કર્યું છે. જે બાદ હવે એક્ટ્રેસએ તેની આગામી ફિલ્મો ‘તેજસ’ અને ‘ધાકડ’ માટે કઠીન ટ્રેનીંગની શરૂઆત કરી છે, જેનો વીડિયો તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો.
એક્ટ્રેસ’તેજસ’નું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ કરશે. આ ફિલ્મમાં કંગના ભારતીય વાયુસેનાના ફાઇટર પાઇલટ તરીકે જોવા મળશે. તો, તેની બીજી ફિલ્મ ધાકડમાં એક્ટ્રેસ જાસૂસના પાત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં તે ઘણું એક્શન કરવા જઇ રહી છે.
દેવાંશી-