Site icon hindi.revoi.in

કોંગ્રેસ-NCPનો નહીં થાય વિલય, શરદ પવારે અટકળોને આપ્યો રદિયો

Social Share

લોકસભા ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસની કારમી હાર અને એકવાર ફરી તેને મુખ્ય વિપક્ષીય દળનો દરજ્જો મેળવવા માટે જરૂરી સીટની સંખ્યા નહીં ભેગી કરી શક્યા પછી એવી અટકળોએ જોર પકડ્યું હતું કે એનસીપીનો કોંગ્રેસમાં વિલય થઈ શકે છે. પરંતુ આવી અટકળો પર ત્યારે પૂર્ણવિરામ મૂકાઈ ગયું જ્યારે એનસીપી અધ્યક્ષ શરદ પવારે પોતાની પાર્ટીનો કોંગ્રેસમાં વિલય થવાની અટકળને રદિયો આપી દીધો.

પવારે કહ્યું, ‘એનસીપીની પોતાની ઓળખ છે અને તે તેને જાળવી રાખશે. કોંગ્રેસ સાથે પાર્ટીના વિલયની વાત કેટલાક પત્રકારોએ ફેલાવી છે, જે નથી ઇચ્છતા કે સહયોગી દળો સાથે અમારો સાથ જળવાઈ રહે.’ પવાર લોકસભા પરિણામોની સમીક્ષા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પર ચર્ચા કરવા માટે શનિવારે આયોજિત બેઠકમાં બોલી રહ્યા હતા.

કોંગ્રેસ અને એનસીપીની અટકળોને ત્યારે વેગ મળ્યો જ્યારે લોકસભા પરિણામો પછી પવાર ગયા અઠવાડિયે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા હતા. એનસીપી પ્રમુખે જોકે કોંગ્રેસ સાથે વિલયની ખબરોને નકારી કાઢી છે, પરંતુ મહારાષ્ટ્રમાં થનારી વિધાનસભા ચૂંટણીના બરાબર પહેલા પાર્ટી કોંગ્રેસની સાથે ગઠબંધનને લઇને પ્રતિબદ્ધ જોવા મળી રહી છે.

Exit mobile version