Site icon Revoi.in

શામળાજી મંદિર જન્માષ્ટમીના દિવસે નહીં રહે બંધ, આ પ્રકારે કરવામાં આવી તૈયારી

Social Share

અમદાવાદ:  કોરોનાવાયરસના કારણે દેશમાં હાલ મોટા ભાગના મંદિરો બંધ રાખવામાં આવ્યા છે અને જ્યાં પણ મંદિરો ખોલવામાં આવ્યા છે ત્યાં પુર્ણ રીતે તકેદારી રાખવામાં આવી રહી છે. આ જ રીતે શામળાજીના મંદિર પ્રશાસને પણ તકેદારીને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમીના દિવસે મંદિર બંધ નહીં રાખવાનો નિર્ણય લીધો છે.

ભક્તોની આસ્થાના ધ્યાનમાં રાખીને શામળાજી મંદિર પ્રશાસને મંદિર ખુલ્લું રાખવાનો નિર્ણય લીધો છે, જો કે જન્માષ્ટમીના દિવસે પણ જો કોઈને દર્શન કરવા હશે તો સરકારી ગાઈડલાઈનનું પાલન કરીને દર્શન કરી શકશે.

કોરોનાવાયરસનો સમય છે સંક્રમણની ગતિ અતિ ઝડપી છે અને લોકો કોરોનાવાયરસથી સંક્રમિત ન થાય તે માટે શામળાજી મંદિરમાં શોભાયાત્રા મટકીફોડ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોને બંધ રાખવામાં આવ્યા છે. સાથે સાથે આરતી અને જન્મોત્સવ સમયે કોઈપણ ભક્તને પ્રવેશ મળી શકશે નહી, ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે માત્ર સેવક અને પૂજારીને જ ઉપસ્થિત રહેવાની પરવાનગી આપવામાં આવશે.

ભક્તોની ભગવાન સાથે જોડાયેલી આસ્થા અને શ્રધ્ધાને ધ્યાનમાં રાખીને ભગવાન શામળિયાનો પ્રસાદ પણ આપવામાં આવશે નહી અને ભંડારાને પણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

_VINAYAK