જેએનયુની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદ અને પોતાને સામાજિક કાર્યકર તરીકે ગણાવતી મહિલા સામે ગુનાહિત ફરિયાદ નોંધવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ અલાખ આલોક શ્રીવાસ્તવે શહેલા રાશિદ સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં શેહલા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તેણે ભારતીય સેના વિશે ખોટી અફવાઓ ફેલાવી છે,જે નજતાના હીતમાં નથી.
સેના તરફથી કહેવામાં આવ્યું છે કે “શેહલાએ કરેલાએ લગાવેલા આક્ષેપો તદ્દન ખોટા અમે આધાર વગરના છે અને અમે તેને નકારીયે છે, સેનાએ વધુંમાં કહ્યું કે આવા અસામાન્ય અને ખોટા સમાચારો ને અફવાઓ અસામાજિક તત્વો અને સંગઠનો દ્વારા વસ્તીને ભડકાવવા માટે ફેલાવવામાં આવે છે”
સેના તરફથી શેહલાના આરોપોને અસ્વીકાર કર્યો બાદ સુપ્રીમ કોર્ટના વકીલ અલાખ આલોક શ્રીવાસ્તવે શેહલા રશિદ વિરુદ્ધ ગુનાહીત ફરિયાદ નોંધાવી છે, પોતે કરેલી ફરીયાદમાં વકીલે સરકાર અને સેના વિશે જુઠા સમાચાર ફેલાવવાના આરોપમાં શહેલાની ધરપકડ કરવાની માંગ પણ કરી છે.