Site icon hindi.revoi.in

JKPMના અધ્યક્ષ શાહ ફૈસલનો દાવો, “કાશ્મીરમાં કંઈક મોટું ભયાનક થવાનું છે”

Social Share

જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટના અધ્યક્ષ અને ભૂતપૂર્વ આઈએએસ શાહ ફૈસલે જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર દ્વારા વધુ દશ હજાર સુરક્ષાકર્મીઓની તેનાતી મામલે ચિંતા વ્યક્ત કરી છે. શાહ ફૈસલે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના કાશ્મીર ખીણમાં વધુ ફોર્સની તેનાતીના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે ક્હ્યુ છે કે આ વાતની અફવા છે કે કાશ્મીર ખીણમાં કંઈ મોટું ભયાનક થવાનું છે.

શાહ ફૈસલે ટ્વિટ કરીને કહ્યુ છે કે ઘાટીમાં અચાનક સુરક્ષાદળોની વધુ 100 કંપનીઓની તેનાતી કેમ થઈ રહી છે, તેના સંદર્ભે કોઈને જાણકારી નથી. સાથે જ તેમણે કહ્યુ છે કે આ વાતની અફવા છે કે ઘાટીમાં કંઈ મોટું ભયાનક થવાનું છે. શું આ અનુચ્છેદ 35-એને લઈને છે?

https://twitter.com/shahfaesal/status/1154802324314869762?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1154802324314869762&ref_url=https%3A%2F%2Faajtak.intoday.in%2Fstory%2Fshah-faesal-jammu-kashmir-crpf-companies-deployment-independence-day-15-august-1-1105231.html

મહત્વપૂર્ણ છે કે શુક્રવારે ગૃહ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું હતું. તેના પ્રમાણે, કાશ્મીર ખીણમાં સીઆરપીએફની 50, બીએસએફની 10, એસએસબીની 30 અને આઈટીબીપીની 10 કંપનોને તેનાત કરવામાં આવશે.

Exit mobile version