Site icon Revoi.in

 સીરમ સંસ્થા અને યૂએસની કોડાજેનિક્સ કંપનીએ કોરોનાની બીજી વેક્સિન કામ શરુ કર્યુ – આ વેક્સિનનો ડોઝ નાકમાં આપવામાં આવશે

Social Share

વિશ્વની સૌથી મોટી વેક્સિન નિર્માતા કંપની ભારતની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા સતત વેક્સિન બનાવવાના કાર્યમાં જોતરાઈ છે, તેમના થકી વેક્સિન બાબતે અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે,સીરમ સંસ્થાએ અમેરીકાની બાયોટેક કંપની કોડાજેનિક્સની સાથે મળીને કોરોનાની જે વેક્સિન બાબતે એક કરાર કર્યો હતો ત્યારે હવે આ વેક્સિન બનાવવા પર કાર્ય શરુ કરવામાં આવી ચૂક્યું છે, આ વેક્સિન એવી હશે કે જેનો ડોઝ નાક થકી આપવામાં આવશે.

કંપનીએ આ વેક્સિનનં નામ સીડીએક્સ -005જાહેર કર્યુ

આ સમગ્ર વેક્સિન બાબતે કોડાજેનિક્સ તરફથી આ વેક્સિનનું નામ સીડીએક્સ -005જાહેર કરવામાં આવ્યું છે. આ વેક્સિનના કેન્ડિડેટ પ્રાણીઓ પરની તેની ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ કરી  લીધી છે. હવે કંપની આ વર્ષના અંત સુધીમાં વેક્સિનના પ્રથમ તબક્કાનું પરિક્ષણ યુકેમાં શરૂ કરશે. કંપનીએ  દાવો કર્યો છે કે પૂર્વ-ક્લિનિકલ ટ્રાયલમાં નાકમાંથી આપવામાં આવનાર આ વનેક્સિનના પરિણામો સારા જોવા મળ્યા છે.

કોડાજેનિક્સ કંપનીના સીઈઓએ કહી આ વાત

કોડાજેનિક્સ કંપનીના સીઈઓ એવા જે રોબર્ટ કોલમેન એ આબાબતે પોતાની વાત મૂકી હતી અને કહ્યું કે, “સીરમ ઇન્સ્ટિટ્યૂટની તકનીકી અને આર્થિક સહાયતાને જોતાં, અમે આશા રાખી સેવી રહ્યા છીએ કે વેક્સિનનું ક્લિનિકલ પરિક્ષણ વર્ષના અંત પહેલા પૂર્ણ થઈ જશે, અને વેક્સિન વિકસાવવાની બાબતે ઝડપથી કાર્ય કરવામાં આવશે.

સીઈઓએ વધુમાં વેક્સિન બાબતે કહ્યું કે, આ વેક્સિન બનાવાની બાબતે એવા સોફટવેર પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે જે SARS-CoV-2 ના જીનોમને રિકોડ છે, હાલ આ વેક્સિનમાં વાયરસ સામે લડવાની ક્ષમતા નથી, તેમ છતાં તે શરીરમાં મજબૂત ટી સેલ્સ અને એન્ટિબોડીઝ બનાવા માટે સક્ષમ છે.આ વેક્સિન બીજી વેક્સિન કરતા જુદી તરી આવે છે,હાલ જે વેક્સિન બનાવામાં આવે છે તે ઓડીનો વાયરસ વેક્ટર પર આધારિત છે જે માત્ર સ્પાઈક પ્રોટિનને જ ટાર્ગેટ કરે છે, પરંતુ સીડીએક્સ-005 વેક્સિન અલગ રીતે કાર્ય કરે છે જેને ઈન્જેક્શનથી નહી પરંતુ નાકમાં ટીપા દ્વારા આપવામાં આવશે જે ખુબ જ અસરકારક સાબિત થશે.

કોડાજેનિક્સ કંપનીનું નિવેદન

કોડાજેનિક્સ કંપનીએ આપેલા નિવેદનમાં જણાવાયું છે કે, વેક્સિન બનાવા માટે સીરમ સંસ્થાને ભારતના બાયોટેકનોલોજી વિભાગની આનુવંશિક હેરફેર માટેની સમીક્ષા સમિતિએ જરૂરી નિયમનકારી મંજૂરી મેળવી લીધી છે. કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં વેક્સિન ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ ઉપરાંત સીરમ સંસ્થા તેની સુરક્ષા અને અસરકારકતાનો પણ અભ્યાસ કરશે.

કોડાજેનિક્સ વેક્સિન પ્રોગ્રામમાં રોકાણ કરનારી કંપની એડજુવન્ટ કેપિટલના મેનેજિંગ પાર્ટનર ગ્લેન રોકમેને કહ્યું હતું કે, “વેક્સિનમાં ઉપયોગમાં લેવામાં આવતા સોફ્ટવેરના કારણે કોડાજેનિક્સ વર્તમાન વેક્સિનમાં માત્ર સૌથી અસરકારક જ નહી પરંતુ ખર્ચની રીતે સસ્તી પણ સાબિત થશે-સાથે  અન્ય ભવિષ્યમાં આવનારી મહામારી સામે પણ કાર્ય કરશે

કોડાજેનિક્સ એ ક્લિનિકલ સ્ટેજ સિન્થેટીક બાયોલોજી કંપની છે જે વાયરસના જીનોમ્સને ફરીથી બનાવવાનું કામ કરે છે. ઉલ્લેખનીય છે કે સીરમ સંસ્થઆ કોડાજેનિક્સ સિવાય. પણ ઓક્સફર્ડની વેક્સિનની પણ ભાગીદાર છે, હાલ તેના પરિક્ષણ પર કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સાહીન-