- સીરમ સંસ્થાએ વેક્સિન બાબતે લગાવવામાં આવેલ આરોપને નકાર્યો
- વોલિન્ટિયર્સને 100 કરોડના માનહાનિ કેસની ચેતવણી આપી
- કંપનીએ આ અંગે આપ્યું હતું એક નિવેદન
- કહ્યું – પૈસા પડાવવા માટે સહભાગીએ આ આરોપ લગાવ્યો
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ રવિવારે કોવિડ વેક્સિનના પરિક્ષણમાં ભાગ લેનારા એક વ્યક્તિને પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. તેમાં જણાવ્યું છે, કે વેક્સિન પરીક્ષણ અને સહભાગીની તબીબી સ્થિતિનો કી સંબંધ નથી, વાત જાણે એમ હતી કે પરિક્ષણ સાથે સંકળાયેલ એક સહભાગીએ,જણાવ્યું હતું કે તે વેક્સિનના ટ્રાયલ દરમિયાન ગંભીર રીતે બીમાર પડ્યો હતો. ઉલ્લએખનીય છે કે સીઆઈઆઈ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરાયેલ કોવિડશિલ્ડ વેક્સિનનું પરીક્ષણ કરી રહી છે.
સીઆઈઆઈએ સહભાગીના પરિવાર દ્વારા મોકલવામાં આવેલી કાનૂની નોટિસમાં કંપની પરના આરોપોને દુર્ભાવનાથી ભરેલો અને અયોગ્ય ગણાવ્યો હતો. સીઆઈઆઈના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીને સહભાગીની તબિયતને લઈને ચિંતિત હતી, પરંતુ તે તેની તબીબી સમસ્યાઓ માટે ખોટી રીતે વેક્સિનના પરીક્ષણને દોષી ઠેરવી રહ્યો હતો અને વેક્સિન બાબતે ખોટા આરોપ લગાવી રહ્યો હતો.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મેડિકલ ટીમ દ્રારા સહભાગીને પહેલાથી જ જાણ કરી દીધી હતી કે તેની તબીબી સમસ્યાનું કોરોના વેક્સિન સાથે કી જ લેવા દેવા નથી, હવે આ બાબતે કંપનીએ વેક્સિન લેનારા પર આક્ષેપ કર્યો હતો કે તેનો ઈરાદો પૈસા પડાવવાનો હતો, તેમાં કહેવામાં આવ્યું છે કે,આ બયાનમાં કંપનીએ એમ પણ જણાવ્યું છે કે, કંપનીની ઈમેજને ખરાબ કરવા હેતુસર સહભાગી પાસેથી 100 કરોડ રૂપિયા વળતરની માંગ કરી શકે છે.
જો કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટએ આપેલા નિવેદનમાં એ નથી કહેવામાં આવ્યું કે. કંપનીએ પરીક્ષણ દરમિયાન થયેલ આ ઘટનાની જાણ શા માટે કરી નથી. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા અને ઇન્સ્ટિટ્યુશનલ એથિક્સ કમિટી તપાસ કરી રહી છે કે શું ભાગ લેનારને અપાયેલી વેક્સિનના કારણે તેના પર આડઅસર થયેલી જોવા ણળી રહી છે કે પછી તે માટેનું કારણ કોઈ બીજુ છે.
ઉલ્લખેનીય છે કે, 1લી ઓક્ટોબરના રોજ ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકા દ્વારા તૈયાર કરેલ કોરોના વેક્સિનના ડોઝનું પરિક્ષણ ચેન્નઈમાં 40 વર્ષીય વ્યક્તિ પર કરાયું હતું, તે વયક્તિને દસ દિવસ પછી મગજની તકલીફ થવા લાગી હતી જેથી તે તેની પત્ની અને બાળકોને ઓળખી શક્યો નહોતો. ત્યર બાદ તેના પરિવાર દ્વારા અનેક સવાલ ઊભા થયા હતા,
આ સ્થિતિને લઈને પરિવારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ, ડ્રગ કંટ્રોલર ડીનને નોટિસ મોકલીને માનસિક શારીરિક નુકસાન અને ભાવિ સારવાર માટે પાંચ કરોડ રૂપિયા વળતરની માંગ કરી છે.જો કે સીરમ સંસ્થાએ આ બાબતને નકારી છે.અને ઉપરથી આ વ્યક્તિ પર માનહાનિ રુપે 100 કરોડનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સાહિન-