Site icon hindi.revoi.in

5મી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ- પણ ‘શિક્ષક દિન’ 5મી સપ્ટેમ્બરે જ કેમ

Social Share

5મી સપ્ટેમ્બર આવે એટલે શાળા કે કૉલેજમાં અભ્યાસ કરતા બાળકો કે યુવાઓને એક દિવસીય શિક્ષક બનવાની તક સાંપડે છે,ભારતભરમાં દરેક શાળાઓમાં આ દિવસે ઉચ્ચ વર્ગના વિદ્યાર્થી એક દિવસ માટે જે તે વિષયના શિક્ષક બનીને તેમનાથી નાના ઘોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે અને એક દિવસ માટે શિક્ષકનું મહત્વ શું છે તે સમજે છે ,શિક્ષક બનવું ખરેખરમાં કેટલું અઘરું છે, આ તમામ બાબતનો તેઓને ખ્યાલ આવે છે.

આ બધી વાત તો સાનામ્ય વાત થઈ કે, 5મી સપ્ટેમ્બરના રોજ આપણે શિક્ષક બનીને આ દિવસની ઉજવણી કરીયે છીએ,પણ ખરેખર શું આપણે જાણીયે છીએ કે શાં માટે 5મી સપ્ટેમ્બરના દિવસને જ  દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, તો ચાલો આજે તમને જાણઈવી દઈએ કે કોની યાદમાં અને શા માટે સપ્ટેમ્બર મહિનાની 5મી તારીખે શિક્ષક દિવસની ઉજવળી કરવામાં આવે છે.

5મી સપ્ટેમ્બર એટલે આપણા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મ દિવસ છે,આ દિવસને પણે સૌ છેલ્લા ધણા વર્ષથી એટલે કે વર્ષ 1962થી ભારતમાં આ દિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવાઈ  છે.એકવાર તેમના મિત્રઓએ તેમનો જન્મ દિવસ ઉજવવાની વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું કે મારા જન્મ દિવસને તમે શિક્ષક દિવસ તરીકે ઉજવશો તો મને ખુબ ગમશે ,બસ ત્યારથી આ દિવસ એટલે કે રાધાકૃષ્ણનનનો જન્મ દિવસને શિક્ષક દિવસ તરીકે મનાવવામાં આવે છે.તેમને પોતાના જન્મ દિવસને એક શિક્ષક દિવસમાં ફેરવ્યો છે.

આ દિવસે આપણે તે લોકો પ્રત્યે પ્રેમ,માન ,આદર અને સમ્માન દાખવીયે છે કે  જેનાથી આપણાને જીવનમાં કઈક ને કઈક શીખવા કે જાણવા કે સમજવા મળ્યું હોય છે.જેમાં શાળાના શિક્ષકથી માંડીને, કૉલેજના અધ્યાપકો,રમત ગમતના ટ્રેનરથી લઈને કોચ સુધી કોઈ પણ ક્ષેત્રના શિક્ષક અર્થાત આપણાને કઈક શીખવનારા હોઈ શકે છે. આ દિવસે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણનનનો જન્મ દિવસ હોય છે. તેમનો જનમદિવસ સમગ્ર ભારતમાં શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે.

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનન ભારતીય સંસ્કૃતિના સંવાહક, પ્રખ્યાત અને મહાન દાર્શનિક જ્ઞાની હતા. રાજનીતિમાં પ્રવેશ કરતા પહેલા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનન એક સમ્માનિક અકાદમિક હતા. તે ઘણી કોલેજોમાં પ્રોફેસર તરીકે પણ ફરજ બજાવતા હતા,તેઓ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન એક સર્વ શ્રેષ્ઠ શિક્ષક રહ્યા છે. તેઓ ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા.

જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું .બસ તે જ દિવસથી તેમના કહેલા વાક્યો પર તેમના જન્મ દિવસને ભારતભરમાં શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો ત્યારથી લઈને જ દિન સુધી આ દિવસને દરેક લોકો શિક્ષક દિવસ તરીકે ઉજવે છે,,જુદા જુદા દેશમાં શિક્ષક દીવસ જુદી જુદી તારીખે ઉજવવામાં છે. જેમ કે ચીનમાં આ 10 સેપ્ટેમબરે ઉજવાય છે. તેમજ પાકિસ્તાનમાં 5 ઓક્ટોબરે ઉજવાય છે.

Exit mobile version