Site icon hindi.revoi.in

બેંકિંગ શેરોમાં ઘટાડો, જીડીપી દરના અનુમાનમાં ઘટાડાથી શેરબજાર ધડામ

Social Share

રિઝર્વ બેંક દ્વારા દેશના આર્થિક વિકાસ દરમાં ઘટાડો કરવાથી રોકાણકારો નિરાશ થયા છે અને શેરબજારમાં વેચવાલીની હોડ લાગી છે. ગુરુવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જના 31 શેરોના સૂચકાંક સેન્સેક્સ 1.38 ટકા એટલે કે 553.82ના ઘટાડા સાથે 39529.72 અંક પર બંધ થયો હતો.

તો નેશનલ સ્ટોક એક્સચેન્જ – એનએસઈના 50 શેરોનો સૂચકાંક નિફ્ટી 177.90 અંક એટલે કે 1.8 ટકાના ઘટાડા સાથે 11843.75 અંક પર બંધ થયો છે.

બજાર બંધ થવા સુધીમાં સેન્સેક્સના 31માંથી માત્ર આઠ શેરોમાં જ તેજી કાયમ રહી શકી હતી. જ્યારે 23 શેરો તૂટયા હતા. તો નિફ્ટીના 50 શેરોમાંથી માત્ર 14ના ભાવમાં વધારો થયો, જ્યારે બાકીના 36 શેરોમાં કારોબાર વેચવાલી સાથે બંધ થયો હતો.

સેન્સેક્સના જે આઠ શેરોમાં ખરીદદારી થઈ છે, તેમાં કોલ ઈન્ડિયા 1.92%,

પાવર ગ્રિડ 1.27%,હિંદુસ્તાન લીવર 1.13 ટકા, હીરો મોટો કોર્પ 0.9 ટકા, એટીપીસી 0.74 ટકા, એશિનય પેન્ટ્સ 0.46 ટકા, ઈન્ફોસિસ 0.44 ટકા અને બજાજ ઓટો 0.04 ટકા સુધી મજબૂત થયા છે. તો ઈન્ડસઈન્ડ બેંક 6.97 ટકા, યસ બેન્ક 6.15 ટકા, એસબીઆઈ 4.34 ટકા, ટાટા મોટર્સ ડીવીઆર 3.98 ટકા, એલએન્ડટી 3.1 ટકા, ટાટા સ્ટીલ 2.5 ટકા, એમએન્ડએમ 2.48 ટકા, બજાજ ફાયનાન્સ 2.26 ટકા, ટાટા મોટ્સ 2.08 ટકા અને વેદાંતા 1.78 ટકા તૂટીને ગગડનારા ટોપ-10 શેરમાં રહ્યા હતા.

નિફ્ટીની વાત કરીએ તો ત્યાં મજબૂત થનારા શેરોમાં કોલ ઈન્ડિયા 2.96 ટકા, ટાઈટન 1.76 ટકા, હીરો મોટોકોર્પ 1.50 ટકા, એનટીપીસી 1.30 ટકા, પાવર ગ્રિડ 1.06 ટકા, હિંદુસ્તાન યૂનિલીવર 0.96 ટકા, ભારતી એરટેલ 0.064 ટકા, એશિયન પેન્ટ્સ 0.53 ટકા, આઈશર મોટર્સ 0.51 ટકા અને યૂપીએલ 0.40 ટકા ટોપ – 10 લિસ્ટમાં સામેલ રહ્યા હતા. તો દશ સૌથી વધુ તૂટનારા શેરોમાં ગેલ (11.49%), ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાયનાન્સ(7.73%), ઈન્ડસઈન્ડ બેંક(6.84%),  યસ બેંક(5.86%),  એસબીઆઈ(4.57%),  એલએન્ડટી(3.21%),  બીપીસીએલ(3.05%),  ટાટા સ્ટીલ(2.79%),  અલ્ટ્રાટેક સિમેન્ટ(2.63%)  અને એમએન્ડએમ (2.42%)  સામેલ રહ્યા છે.

ગુરુવારે માર્કેટમાં ઘટાડાનો માહોલ રહ્યો હતો. નિફ્ટીના તમામ સેક્ટોરલ ઈન્ડિસેઝ લાલ નિશાન પર બંધ થયા હતા. તૌ સૌથી વધારે ઘટાડો નિફ્ટિ પીએસયૂ  બેન્ક 4.90 ટકા, નિફ્ટી બેંક 2.32 ટકા, નિફ્ટી પ્રાઈવેટ બેંક 2.29 ટકા જોવા મળ્યો છે. રિઝર્વ બેંકે પોતાની દ્વિમાસિક મૌદ્રિક સમીક્ષામાં જીડીપી વિકાસ દર 7.2 ટકાથી ઘટાડીને 7 ટકા રહેવાની આશા વ્યક્ત કી છે અને રેપો રેટમાં 0.25 ટકાના ઘટાડાનું એલાન કર્યું છે.
આ પહેલા આરબીઆઈની મૌદ્રિક નીતિ સમિતિની બેઠકના પરિણામના ઈન્તજારમાં રોકાણકારો દ્વારા સતર્કતા દાખવવાથી શરૂઆતના કારોબારમાં ડોમેસ્ટિક શેરબજાર સુસ્ત રહ્યું હતું. સેન્સેક્સ 52.89 અંકની તેજી સાથે 40136.3 અંક અને નિફ્ટી 18.15 અંક ચઢીને 12039.80 પર ખુલ્યો હતો. પરંતુ ધીરેધીરે વેચવાલીનો માહોલ વધવા લાગ્યો અને માર્કેટમાં ઘટાડો થયો હતો.

Exit mobile version