Site icon Revoi.in

ઓક્સફોર્ડની કોરોના વેક્સિનના હ્યુમન ટ્રાયલ માટે ભારતમાં 5 સ્થળોની પસંદગી-વર્ષના અંતસુધી પરિક્ષણ શરુ કરવામાં આવશે

Social Share

સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે ત્યારે અનેક દેશો દ્રારા કોરોનાની વેક્સિન બનાવવાના દાવાઓ પણ કરવામાં આવી રહ્યા છે,ત્યારે હવે દેશમાં કોરોના વેક્સિનના પરિક્ષણ માટે 5 જેટલા સ્થળો પર પસંદગી ઉતારવામાં આવી છે,બ્રિટનની ઓક્સફોર્ડ યૂનિવ્રસિટી દ્રારા વિકસાવવામાં આવેલી એસ્ટ્રાજેનેકા કોવિડ-19ની વેક્સિનનું માનવ પર પરિક્ષણ કરવાના ત્રીજા તબક્કામાં પહોંચી છે,આ બાબતની જાણકારી બાયોટેક્નોલોજી વિભાગના સચિવ દ્રારા રજુ કરવામાં આવી હતી

ભારતમાં કોરોના વેક્સીનના હ્યુમન ટ્રાયલની તૈયારીઓ હવે સંપૂર્ણ  થઇ ચૂકી છે જે માટે  દેશના જુદા જુદા ચાર રાજ્યોની પાંચ જગ્યો પર આ વર્ષના અંત સુધીમાં વેક્સિનનું હ્યુમન ટ્રાયલ શરુ કરવામાં આવશે ,આ દરમિયાન ઓફ્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા તૈયારકરવામાં આવેલી વેક્સીન, ફાર્મા કંપની ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેક દ્વારા વિકસિત કરાયેલ વેક્સીનનું ટ્રાયલ માટેનું કાર્ય હાથ ધરાશે,

આ સમગ્ર બાબતે સચિવનું કહેવું છે કે ભારતમા વેક્સિન આપવા માટે તેની માહિતી હોવી ખુબ જ જરુરી છે,આ સાથે જ વિશ્વમાં સૌથી વધુ રસી બનાવનાર સંસ્થા સીરમ ઇસ્ટિટયુટ ઓફ ઇન્ડિયાએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી પર પસંદગી ઉતારી હતી તે સાથે જ એસ્ટ્રાજેનેકા ફાર્માસ્યુટિકલ કંપની તેની સાથે મળીને કામ કરી રહી છે,આ સાથે જ ઓક્સફઓર્ડની વેક્સિનના પ્રથમ બે પરિક્ષણોનો અહેવાલ પણ રજુ કરવામાં આવ્યો છે, બાયોટેક્નોલોજી વિભાગ ભારતમા કોરોનાની વેક્સિનને લઈને કરવામાં આવતા પ્રયત્નોનો એક મહત્વનો ભાગ છે.

બાયોટેક્નોલોજી વિભાગ હવે આ રસીના ત્રીજા તબક્કાના પરિક્ષણ માટે દેશમાં જગ્યાઓ નક્કી કરવામાં આવી ચૂકી છે,આ માટે દેશમાં પાંચ જગ્યાઓ નક્કી કરવામાં આવી છે જેથી કરીને આ પરિક્ષણ કરવામાં આવી શકે, આ ઉપરાંત સંભંવિત વેક્સિનના ટ્રાયલ માટે પૂણે સ્થિત સીરમ ઇન્સ્ટિટયુટએ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા પાસે પરવાનગી માંગી છે.

આ પરવાનગી મળતાની સાથે જ વેક્સિન બનાવવાના કાર્ય પર ધ્યાન આપવામાં આવશે, દરેક વેક્સિન બનાવનાર સાથે બાયોટેક્નોલેજી વિભાગ પાસે રહીને કાર્ય કરી રહ્યુ છે. જો આ ત્રીજા ચરણનું પરીક્ષણ સફળ રહે તો તે ખુબ મહસ્વપૂર્ણ સાબિત થશએ કારણ કે વેક્સિન પરીક્ષણ સફળ રહેતા લોકોને આપવા માટે ડેટાનું હોવું ખુબ જરુરી છે.

(1) INCLEN ટ્રસ્ટ ઇન્ટરનેશનલ પલવલ KEM (2) પૂણે; સોસાયટી ફોર હેલ્થ અલાઇડ રિસર્ચ (3) હૈદ્રાબાદ; નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમોલોજી,(4) ચેન્નાઇ; ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ, વેલ્લોર,(5) તામિલનાડુ જેવા અલગ અલગ પરાંચ સ્થળો પર આ ટ્રાયલની પ્રક્રિયા શરુ કરવામાં આવશે.

ઓક્સફોર્ડની આ વેકસિનનું આગળના બે તબક્કામાં સફળ પરિક્ષણ થયું હતું ,ત્યારે હવે આ વેક્સિન ત્રીજા પડાવમાં આવી પહોંચી છે
આ પહેલા ભારતમા બે સ્વદેશી વેક્સિન માનવ પરીક્ષણના પહેલા સ્ટેજમા આવી ચૂકી છે.

સાહીન-