Site icon hindi.revoi.in

જમ્મુ-કાશ્મીરના નારંગ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા

Social Share

જમ્મુ-કાશ્મીરમાં આજે કેટલીક જગ્યાઓ પર સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મુઠભેદ ચાલી હતી, ક બાજુ બટોટ વિસ્તારમાં આવેલા એક ઘરમાં આતંકીઓએ ઘુસીને ઘરના લોકોને બંધક બનાવ્યા હતા તો બીજી બાજુ ગાંદરબલના નારંગ વિસ્તારમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર માર્યા છે.આ ઉપરાંત શ્રીનગરમાં ડાઉનટાઉન વિસ્તારમાં આતંકીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો પણ કર્યો હતો જો કે આ હુમલામાં કી જાનહાનિ થવાના સમાચાર સામે આવ્યા નથી

મળતી માહિતી પ્રમાણે,કહેવામાં આવી રહ્યું છે કે,3 આતંકીઓ ગ્રેનેડથી હુમલો કર્યા પછી એક ઘરમાં ઘુસ્યા હતા ત્ સમયે સુરક્ષાદળોના જવાનાએ તેમનો પીછો કરીને તેને ઘેરી લીધા હતા,આ ત્રણેય આતંકીઓ નિજય કુમાન નામના વ્યક્તિના ઘરમાં ઘુસ્યા હતા,તે સમયે તેમના પરિવારના બીજા સબસ્યો ઘરની બહાર હતા.

ત્યાર પછી આતંકીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરુ કર્યું હતું,તેના વળતા જવાબમાં પાલીસ અને સેનાએ મળીને આતંકવાદીઓ પર નિશાન ટાકીને વાર કર્યો હતો,ઈંટેલેજેન્સ પાસેથી મળતી માહિતી મુજબ,આ ત્રણેય આતંકવાદી એજ ગ્રૂપનો ભાગ છે કે જે ડોડા-બટોત રોડ પર હલડાનું એનકાઉન્ટર સાઈડ પરથી ફરાર થયા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે આ આતંકીઓ 9 કિલો મીટર સુધી ઘાટા જંગલોમાંથી ચાલીને જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે સ્થિત બટોત બસ સ્ટોપથી દાજે 300 મીટર દુર વેલા આ વિજય નામના વ્યક્તિના ઘરમાં ઘુસ્યા હતા, વિસ્તારમાં વરસતા વરસાદના કારણે સુરક્ષાદળોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો,તે સિવાય ઈન્ટેલિજેન્સ એજન્સીઓને મળેલી માહિતી મુજબ,સંયૂક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠક પુરી થયા બાદ પાકિસ્તાન નિયંત્રણ રેખા પાસે કંઈક મોટુ કરવાની તૈયારીમાં છે,તે માટે નાગરીકોને શીલ્ડ બનાવવામાં આવી શકે છે, ઈંટેલિજેન્સ એજન્સીઓએ એલઓસી પાસે સુરક્ષાદળોને એલર્ટ કર્યા છે.

સુત્રો પાસેથી મળેલા ઈનપૂટ્સ આધારે પાકિસ્તાની સેના અને જમાત-ઉલ-અલ-હદીસે 3 હજારથી 4 હજાર યુવાનોને ઓક્ટોબર મહિનાના પહેલા અઠવાડિયામાં એલઓસીના ઉલ્લંધન માટે તૈયાર કર્યા છે,તેમને એક મહિના સુધી  માટે તાલિમ આપવામાં આવી છે, અને જમાત-ઉલ-અલ-હદીસે 26-11 મુંબઈમાં હુમલામા માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદનું નવું ફ્રંટલ સંગઠન છે

Exit mobile version