- રામપુરમાં કલમ 144 લાગુ
- અખિલેશ યાદવે પોતાની યાત્રા અટકાવી
- અખિલેશને ગેસ્ટ હાઉસના બદલે હોટલમાં રોકાવવાનો આદેશ
- અખિલેશ આઝમ ખાનના પરિવારને મળવા જવાના હતા
- આઝમ ખાનના સપોર્ટમાં અખિલેશ યાદવ
- મુલાયમ સિંહ અને અખિલેશ યાદવના મતે આઝમખાન પર લગાવેલા આરોપ ખોટા
સમાજવાદીના પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રામપુરમાં કલમ 144 લાગુ પડતા પોતાની યાત્રા દર કરી છે,તેમણે હાલ 2 દિવસ માટે તેમની આ યાત્રાને દર કરી દીધી છે, અખિલેશનું કહેવું છે કે પીડબ્લ્યૂડીના ગેસ્ટ હાઉસના બદલે તેમને હોટલમાં રોકાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
આઝમ ખાનનું નામ લેતા અખિલેશ યાદવે કહ્યું કે, “આટલા બધા કેસ તો ઈતિહાસમાં નેતાઓ સિવાય કોઈ બીજા પર નથી થયા,એવા એવા કેસ દાખલ કરવામાં આવ્યા છે કે, જેને લોકો જાણતા પણ નથી, અને ઉપરથી એવું કહેવામાં આવી રહ્યું છે કે, મારા ત્યા જવાથી હુલ્લડ થઈ જશે.
ઉલ્લેખનીય છે કે,અખિલેશ યાદવ પાર્ટીના નેતા અને સાંસદ આઝમ ખાનના પરિવાર સાથે મુલાકાત કરવાના હતા, અખિલેશ સાથે પાર્ટીના કેટલાક કાર્યકરો પણ હતા,આ મુલાકાત બાદ આઝમ ખાનના સમર્થકો દ્વારા મોટા પાયે પ્રદર્શન યોજવાની તૈયારીઓ પણ કરવામાં આવી હતી, આઝમ ખાનની સામે અત્યાર સુધી 81થી વધુ કેસ નોંધાયા છે. જેમાં ગેરકાનુંની જમીન પડવવાથી લઈને વિજચોરી અને ભેંસ ચોરીના કેસ પણ સામેલ છે.
સમાજ વાદી પાર્ટીના સંરક્ષક અને યૂપીના પુર્વ મુખ્યમંત્રી મુલાયન સિંહ યાદવના આઝમખાનના બચાવમાં આવ્યા પછી અખિલેશ યાદવ પણ રામપુર જવાના હતા,મુલાયમ સિંહ યાદવે આઝમખાનના વિરુધ ઉત્તર પ્રદેશની સરકારની કાર્યવાહીને ગલત ઠેહરાવતા સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓને રસ્તાપર ઉતરી આવવાના આદેશો આપ્યા હતા.
મુલાયમ સિંહ યાદવ પોતાની પાર્ટીના નેતા આઝમ ખાનના બચાવમાં 3 સપ્ટેમ્બરના રોજ કહ્યું હતુ કે, આઝમ ખાન પર લગાવવામાં આવેલા કેસ ખોટા અને આધાર ગવરના છે, આઝમ ખાને તો ગરીબો માટે લડાઈ લડી હતી અને ફંડના પૈસાથી ઝોહર યૂનિવર્સિટીની રચના કરી હતી જેમાં દેશ-વિદેશથી અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવતા હોય છે,અમે આ કાર્યવાહી વિરુદ્વ આંદોલન કરીશું અને રસ્તા પર ઉતરી આવીશું.
આ ઉપરાંત મુલાયમ સિંહએ આઝમનો પક્ષ લેતા કહ્યું હતુ કે ‘આઝમ ખાનને દરેક લોકો જાણે છે તે એક ગરીબ પરિવારમાંથી વે છે,તેમણે કોઈના પૈસા લીધા નથી,કે કોઈ પણ ખોટૂ કામ નથી કર્યું, પત્રકાર મિત્રો પણ આઝમ ખાન વિશેની સચ્ચાઈને જાણે છે. તે ઉપરાંત ખૂદ બીજેપીના કેટલાક નેતોએ પણ કહી રહ્યા છે કે,આ યોગ્ય નથી થઈ રહ્યું આ કારણથી પાર્ટીને પણ નુકશાન થઈ શકે છે’.આ વાત મુલાયમ સિંહ યાદવે લખનઉમાં યોજાયેલ એક પ્રેસકન્ફોરન્સમાં કહી હતી.