Site icon Revoi.in

હિમાલયના 7434 મીટર ઊંચા નંદા દેવી શિખર પર પર્વતારોહણ માટે નીકળેલા ભારતીય સહીત સાત વિદેશી લાપતા

Social Share

પિથૌરાગઢ: ભારતીય ક્ષેત્રમાં હિમાલયના સૌથી ઊંચા શિખર નંદાદેવી પર ચઢાણ કરી રહેલા આઠ પર્વતારોહકોની ટુકડી લાપતા થઈ ગઈ છે. તેમને 7434 મીટરના ચઢાણ બાદ શુક્રવારે રાત્ર બેસ કેમ્પ પર પાછા ફરવાનું હતું. પર્વતારોહકોની ટુકડીમાં એક ભારતીય સિવાય બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના કુલ સાત નાગરીકો પણ સામેલ છે.

બેસ કેમ્પના અધિકારીઓએ પિથૌરાગઢ જિલ્લા વહીવટી તંત્રના પર્વતારોહકોના લાપતા થવાની માહિતી આપી હતી. તેના પછી તેમને શોધવા માટે એક સર્ચ માટેની ટુકડીને પણ રવાના કરવામાં આવી હતી. પરંતુ ટીમને કોઈ સફળતા મળી નથી અને શનિવારે રાત્રે તે બેસ કેમ્પ પર પાછી આવી હતી. લાપતા પર્વતારોહકોની ટુકડીએ નંદાદેવી શિખરથી 90 કિલોમીટર દૂર મુનસ્યારીથી 13મી મેના રોજ ચઢાણ શરૂ કર્યું હતું.

દુનિયાના જાણીતા પર્વતારોહક માર્ટિન મોરીન નંદાદેવી માટે નીકળેલી ટુકડીનું નેતૃત્વ કરી રહ્યા હતા. બ્રિટિશ મૂળના માર્ટિન ત્રીજીવાર નંદાદેવી શિખરને ફતેહ કરવાના મિશન માટે ભારત આવ્યા હતા. તેના પહેલા 2017માં તેઓ 6580 મીટર સુધી ચઢાણ કર્યા બાદ ખરાબ હવામાનને કારણે પાછા ફર્યા હતા.

મુનસ્યારીના એસડીએમ આર. સી. ગૌતમે કહ્યુ છે કે બચાવ ટુકડીમાં રાજ્ય આફત નિવારણ દળ, પોલીસ અને તબીબી સેવાના કર્મચારીઓ સામેલ છે. વહીવટી તંત્ર હવે પર્વતારોહકોની શોધખોળ માટે બચાવ દળની મદદ લેશે.