Site icon hindi.revoi.in

સી પ્લેન સર્વિસ થોડા સમય માટે બંધ: સર્વિસમાં વપરાતા પ્લેનને મેઈન્ટેનન્સ માટે માલદીવ મોકલાયુ

Social Share

અમદાવાદમાં સાબરમતિ રીવરફ્રન્ટ ખાતે સી પ્લેન સર્વિસ શરુ કરવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું હતું અને 31 ઓક્ટોબરના આ સર્વિસનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું. દેશની સૌથી પહેલી સી-પ્લેન સેવા ગુજરાતમાંથી શરૂ કરવામાં આવી છે. પહેલી ઉડાન અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધીની હતી.

અમદાવાદ અને કેવડિયા વચ્ચેનું 200 કિલોમીટરનું અંતર કાપતાં લગભગ 50 મિનિટનો સમય લાગે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્રારા અમદાવાદથી કેવડીયા સુધી સી પ્લેન સેવાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.. જેને હજુ એક મહિનો પણ વિત્યો નથી, ત્યાં સી પ્લેનની સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સેવા શરૂ થયા બાદ લોકોને અલગ અલગ બહાનાઓ બતાવીને આ સેવા બંધ રાખવામાં આવી હતી.

હાલ પ્લેનને મેઇન્ટેનન્સ માટે માલદીવ લઇ જવામાં આવ્યું છે. હવે પરત ક્યારે આવશે તેની જાણકારી પ્રાપ્ત થઈ નથી. સ્પાઇસજેટના મીડિયા કોમ્યુનિકેશન અધિકારી આનંદે જણાવ્યું હતું કે, સી-પ્લેન માલદીવ ખાતે મેઇન્ટેનન્સ માટે ગયું છે. જ્યારે પણ પ્લેનનું મેઇન્ટેનન્સનું કામ પૂર્ણ થશે ત્યારે પરત આવશે. 31 ઓક્ટોબરે મોદી સી પ્લેનના ઉદ્ઘાટન સમયે ગુજરાત આવ્યાં હતાં. ત્યાર બાદ આજે ફરી મોદીના ગુજરાત મુલાકાત સમયે સી પ્લેન મેઈન્ટેનેન્સના નામે બંધ થઈ ગયું છે.

પહેલી ઉડાનમાં 3 ક્રૂ-મેમ્બર્સ અને માત્ર 6 પેસેન્જર સાથે સી-પ્લેને કેવડિયાની ઉડાન ભરી હતી. જ્યારે પેસેન્જર નહીં મળતાં બીજી ફ્લાઈટ રદ કરવાની ફરજ પડી હતી.

_Devanshi

Exit mobile version