Site icon hindi.revoi.in

એસસીઓ સમ્મેલન – ચીન તણાવ બાદ પહેલી વાર પીએમ મોદી અને શી-જિનપિંગ સામસામે જોવા મળશે

Social Share

દિલ્હી:- પૂર્વી લદ્દાખમાં એક્ચ્યૂઅલ કંટ્રોલ લાઇન પર છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા તણાવ વચ્ચે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પહેલી વખત એક પ્લેટફોર્મ પર સામસામે જોવા મળશે. બંને નેતાઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનની અધ્યક્ષતામાં  યોજાનારી શાંઘાઈ સહયોગ સંગઠનના રાષ્ટ્ર અધ્યક્ષઓની બેઠકમાં ભાગ લેશે.આ બેઠકમાં પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઇમરાન ખાન પણ જોવા મળશે.

એલએસી પર ચાલી રહેલા તણાવ વચ્ચે આ બેઠકને ખાસ માનવામાં આવી રહી છે,ગલવાનઘાટીમાં ચીની સૈનિકોએ 20 ભારતીય સૈનિકોના શહીદ થયા બાદ બન્ને દેશો વચ્ચે ઘણો અશાંતિભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, સતત સરહદ પર બન્ને દેશના જવાનો ખડેપગે જોવા મળી રહ્યા છે.

ટોચનાં રાજદ્વારી સ્તરે દખલ કર્યા બાદ, પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટે લશ્કરી અને રાજદ્વારી કક્ષાએ ઘણી વખત વાતાઘાચો પણ કરવામાં આવી હતી, પરંતુ પરિણામો  સકારાત્મક  નથી જોવા મળ્યા. કોરોના મહામારીને કારણે વર્ચુઅલ રીતે યોજારી બેઠકમાં  હાલની એસસીઓ પ્રવૃત્તિઓ અને 2025 સુધીમાં સંસ્થાની નીતિઓ હેઠળ વિકાસ નીતિ વિશે ચર્ચા કરવામાં આવશે.

એસસીઓ સમ્મેલનમાં થઈ શકે છે આ બાબતે વાતચીત

Exit mobile version