Site icon hindi.revoi.in

ગરીબોને 10 ટકા અનામત પર હાલ રોક નહીં, સુપ્રીમ કોર્ટમાં 16 જુલાઈથી સુનાવણી

Social Share

સુપ્રીમ કોર્ટમાં બંધારણમાં સંશોધન કરીને ગરીબોને 10 ટકા અનામત આપવાના નિર્ણય વિરુદ્ધ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. કોર્ટે તમામ અરજીઓ પર સુનાવણી માટે 16 જુલાઈની તારીખ નક્કી કરી છે.

જસ્ટિસ એસ. એ. બોબડેના નેતૃત્વવાળી ખંડપીઠ 16 જુલાઈએ આ અરજીઓ પર સુનાવણી કરશે. જેમા એ નક્કી કરવામાં આવશે કે બંધારણીય સંશોધન કરીને 10 ટકા અનામતને આપવામાં આવેલી મંજૂરી પર વચગાળાનો આદેશ પારીત કરીને રોક લગાવવામાં આવે કે નહીં.

સુપ્રીમ કોર્ટે આના પહેલા આર્થિકપણે દુર્બળ લોકો માટે 10 ટકા અનામતની વ્યવસ્થાને કેન્દ્ર સરકારના નિર્ણય પર રોક લગાવવાથી ઈન્કાર કર્યો હતો. પરંતુ તે આની સાથે સંબંધિત કાયદાની કાયદેસરતા પર વિચાર માટે તૈયાર થઈ ગયા હતા અને કેન્દ્ર સરકારને નોટિસ પણ જાહેર કરી હતી.

આ નિર્ણયને પડકારનાર એક અરજદારે બંધારણના 103માં સંશોધન-કાયદા 2019ને રદ્દ કરવાનો અનુરોધ કર્યો છે. અરજીમાં તર્ક આપવામાં આવ્યો છે કે અનામત માટે માત્ર આર્થિક આધારને એકમાત્ર આધાર બનાવી શકાય નહીં.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કાયદાથી બંધારણનાં મૂળભૂત માળખાનું હનન થાય છે, કારણ કે આર્થિક આધાર પર અનામત માત્ર સામાન્ય વર્ગ સુધી જ સીમિત કરી શકાય નહીં અને આમ પણ અનામત 50 ટકાની મર્યાદાથી વધારે થઈ શકે નહીં. આર્થિકપણે દુર્બળ વર્ગો માટે દશ ટકા અનામતની વ્યવસ્થા અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય પછાત વર્ગોને મળી રહેલા 50 ટકા અનામતથી અલગ છે.

સુપ્રીમ કોર્ટે 11 માર્ચે કહ્યું હતું કે તે તે સમયે તમામ વર્ગોને આર્થિકપણે નબળા લોકો માટે 10 ટકા અનામતના મુદ્દાને બંધારણીય ખંડપીઠને સોંપવા સંદર્ભે કોઈ આદેશ પારીત કરવાના પક્ષમાં નથી.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું હતું કે 28 માર્ચે આના સંદર્ભે વિચારણા કરવામાં આવશે કે શું તે બંધારણીય ખંડપીઠને સોંપવાની જરૂરત છે. સુપ્રીમ કોર્ટે આના પહેલા 10 ટકા અનામતના સરકારના નિર્ણય પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો હતો. પરંતુ તેણે તે કાયદાની બંધારણીયતાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી હતી.

આના પહેલા કોર્ટમાં સરકારે પણ પોતાના આ નિર્ણયનો બચાવ કર્યો હતો. કોર્ટમાં દાખલ કરવામાં આવેલા એફિડેવટિમાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે બંધારણમાં સંશોધન કરીને ગરીબોને 10 ટકા અનામત આપવાથી બંધારણી મૂળભૂત સંરચનાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. તેની સાથે જ અદાલતે 1992માં અનામતને 50 ટકા સુધી મર્યાદીત કરવાના નિર્ણયનું પણ ઉલ્લંઘન થયું નથી.

Exit mobile version