Site icon hindi.revoi.in

સેન્સસના રાજ્યવાર આંકડાના આધારે લઘુમતી સમુદાય ઘોષિત કરવાની સુપ્રીમ કોર્ટમાં અરજી

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલની એક અરજીમાં મદદ માંગી છે. નેશનલ ડેટાના સ્થાને સ્ટેટ વાઈસ વસ્તીગણતરીના આંકડાના આધારે લઘુમતી સમુદાયની ઘોષણા કરવાની માગણીને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી મામલે સુપ્રીમ કોર્ટે અટોર્ની જનરલની મદદની માગણી કરી છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને જસ્ટિસ દીપક ગુપ્તા તથા જસ્ટિસ અનિરુદ્ધ બોસની અધ્યક્ષતાવાળી ખંડપીઠે વરિષ્ઠ એડવોકેટ દ્વારા કરવામાં આવેલી અરજી ધ્યાન પર લીધી છે. આ અરજીમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય ડેટાના આધારે લઘુમતી સમુદાયની ઘોષણા કરનારો કાયદો ગેરકાયેદસર હતો.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે આ મુદ્દા પર જાહેરહિતની અરજી દાખલ કરનારા ભાજપના નેતા અને વકીલ અશ્વિનીકુમાર ઉપાધ્યાયની અરજીની એક નકલ અટોર્ની જનરલના કાર્યાલયને આપવા માટે જણાવ્યું છે અને આ મામલા પર ચાર સપ્તાહ બાદ સુનાવણી કરવાનો નિર્ણય લીધો છે.

મહત્વપૂર્ણ છે કે અશ્વિનીકુમાર ઉપાધ્યાયે આ અરજીમાં કેન્દ્રના 26 વર્ષીય નોટિફિકેશનને પડકારી છે. તેમાં પાંચ સમુદાયો- મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસીને લઘુમતી ઘોષિત કરવામાં આવ્યા છે.

Exit mobile version