Site icon hindi.revoi.in

મગજના તાવના મામલે સુપ્રીમ કોર્ટનો ઠપકો, કેન્દ્ર-બિહાર-યુપી સરકારને 7 દિવસમાં જવાબની તાકીદ

Social Share

બિહારમાં મગજના તાવનો કેર યથાવત છે. સતત તેની સાથે જોડાયેલા મામલા સામે આવી રહ્યા છે અને તેમા મૃત્યુઆંક 152 પર પહોંચી ચુક્યો છે. મગજના તાવનેકારણે હાહાકાર વચ્ચે આજે આ મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. મગજના તાવના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને બિહાર તથા યુપી સરકાર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે સરકારોને ત્રણ મુદ્દાઓ પર એફિડેવિટ દાખલ કરવા માટે જણાવ્યું છે. જેમાં હેલ્થ સર્વિસ, ન્યૂટ્રિશન અને હાઈજિનના મામલા સામેલ છે. કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે આ મૂળભૂત અધિકાર છે, તે મળવો જ જોઈએ.

કોર્ટે સરકારોને પુછયું છે કે શું આને લઈને કોઈ યોજના લાગુ કરવામાં આવી છે. પોતાની ટીપ્પણીમાં કોર્ટે કહ્યું છે કે અમે કેટલાક રિપોર્ટ્સ વાંચ્યા છે કે ઘણાં ગામ એવા છે, જ્યાં કોઈ બાળક જ બચ્યા નથી. સુપ્રીમ કોર્ટે પોતાની ટીપ્પણીમાં કહ્યું છે કે યુપીમાં પણ કંઈક આવી જ સ્થિતિ હતી. ત્યાં સુધારો કેવી રીતે થયો. કોર્ટે આમ કહીને બંને સરકારોને સાત દિવસનો સમય આપ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં માગણી કરવામાં આવી હતી કે કોર્ટ તરફથી બિહાર સરકારને મેડિકલ સુવિધાઓ વધારવા માટે આદેશ આપવામાં આવે. તેની સાથે જ કેન્દ્ર સરકારને આના સંદર્ભે એક્શન લેવા માટે કહેવામાં આવે.

ગત બુધવારે કોર્ટે આ મામલા પર સુનાવણીને માટે હામી ભરી હતી. મનોહર પ્રતાપ અને સનપ્રીત સિંહ અજમાની તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં દાવો કરયો છે કે સરકારી સિસ્ટમ આ તાવનો સામનો કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે.

મહત્વપૂર્ણ છે કે બિહારમાં ગત એક માસથી આને લઈને હાહાકાર મચેલો છે. તેની સૌથી વધુ અસર મુઝ્ફ્ફરપુરમાં જોવા મળી છે. જ્યાં એકલા શ્રીકૃષ્ણ મેડકિલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 128 બાળકોના મોત નીપજ્યા છે. એક્યૂટ ઈન્સેફેલાઈટિસ સિન્ડ્રોમને મગજનો તાવ અને ચમકી તાવના નામથી પણ ઓળખવામાં આવે છે.

જે સમયે આ તાવનો મામલો સામે આવ્યો, ત્યારે મુઝફ્ફરપુરમાં હોસ્પિટલની પાછળ કેટલાક માનવકંકાલ પણ મળી આવ્યા હતા. કેટલાક લોકોનો દાવો હતો કે હોસ્પિટલની પાછળના હિસ્સામાં માનવકંકાલ-હાડકા જોવા મળ્યા છે. તેના પછી વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. મામલો સામે આવ્યા બાદ તેની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમાર સતત આ મુદ્દા પર ચુપકીદી સેવી રહ્યા છે. મીડિયા તરફથી જ્યારે પણ તેમને સવાલ પુછવામાં આવ્યો  છે, તેમણે મૌન સાધ્યું છે અને કેટલાક પ્રસંગે તેમણે મીડિયા પર ભડાસ પણ કાઢી છે.

Exit mobile version