- ઘર ખરીદનારાઓના સપના થશે સાકાર
- SBIએ આપી ઘર ખરીદનારાઓને મોટી ભેટ
- SBIએ હોમ લોન પર આપી 0.25 % ની છૂટ
અમદાવાદ: તહેવારની સીઝનમાં દેશની સોથી મોટી બેંક ભારતીય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઘર ખરીદનારાઓને મોટી ભેટ આપી છે. એસબીઆઈએ તહેવારોના પ્રસંગે હોમ લોનના વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટ એટલે કે 0.25 ટકાની છૂટ આપવાની જાહેરાત કરી છે.એસબીઆઈના હોમ લોન ગ્રાહકોને 75 લાખ રૂપિયા સુધીના ઘર ખરીદવા માટે 0.25 ટકાની વ્યાજ છૂટ મળશે. આ ડિસ્કાઉન્ટ સીઆઇબીઆઈએલ સ્કોરના આધાર પર અને યોનો એપ દ્વારા લાગુ કરવામાં આવશે.
હાલમાં જાહેર કરેલાં ફેસ્ટિવ ઓફર્સની ઘોષણા હેઠળ એસબીઆઈ, 30 લાખ રૂપિયાથી 2 કરોડ રૂપિયા સુધીના હોમ લોન પર ક્રેડીટ સ્કોરના આધાર પર 0.10 ટકા ના બદલે 0.20 ટકા સુધીની છૂટ આપશે. આ છૂટ દેશના 8 મેટ્રો શહેરોમાં 3 કરોડ રૂપિયા સુધીની હોમ લોનવાળાને પણ મળશે. આ ઉપરાંત યોનો એપ દ્વારા હોમ લોન માટે અપ્લાઈ કરવા પર 0.5 ટકા વધારાની છૂટ મળશે.
6.9 ટકાથી વ્યાજ દર શરૂ
બેંક હાલમાં 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન 6.90 ટકાના ઓછા વ્યાજ દર પર આપી રહી છે. 30 લાખ રૂપિયાથી વધુ હોમ લોન પરનો વ્યાજ દર 7 ટકા છે. ગયા મહિને બેંકે તેના રિટેલ લોન ગ્રાહકો માટે અનેક ઉત્સવની પહેલ કરી હતી. આ હેઠળ યોનો દ્વારા કાર, ગોલ્ડ અથવા પર્સનલ લોન માટે આવેદન કરનારા ગ્રાહકોને પ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ આપવામાં આવી હતી.
એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર સી.એસ શેટ્ટીએ કહ્યું હતું કે, એસબીઆઈની સસ્તી હોમ લોન દ્વારા ઘર ખરીદદારો તેમના સપના મુજબનું ઘર ખરીદી શકશે. હવે દેશ કોવિડ -19 રાઉન્ડ પછીની તૈયારી કરી રહ્યો છે. ગ્રાહકોની માંગમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. એસબીઆઈમાં અમે ગ્રાહકોની જરૂરિયાતોને અનુરૂપ આકર્ષક ઓફર લાવતા રહીશું.
_Devanshi