Site icon hindi.revoi.in

આમિર ખાન બાદ આ એક્ટરે સોશિયલ મીડિયામાંથી બ્રેક લેવાની જાહેરાત કરી

Social Share

મુંબઈ: સાવધાન ઇન્ડિયાના એક્સ હોસ્ટ સુશાંત સિંહ પણ આમિર ખાનના પગલે ચાલી રહ્યા છે. સુશાંતે નક્કી કર્યું કે, તે સોશિયલ મીડિયાથી બ્રેક લેશે. તેણે આ અંગેની માહિતી ટ્વિટર પર આપી છે. સુશાંતે ટ્વિટર પર લખ્યું કે,સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી બ્રેક લઇ રહ્યો છું. રીબૂટ થવાની જરૂરી છે.

સુશાંતે પોતાના મેસેજનો સ્ક્રીનશોટ ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. સુશાંતના આ નિર્ણયથી કેટલાક ફેંસ તેને સમર્થન આપી રહ્યા છે. તો, કેટલાક લોકો પરેશાન છે કે, સુશાંતે આ નિર્ણય શા માટે લીધો.

ગયા વર્ષે નેપોટિઝ્મની ચર્ચા તથા સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ ઘણાં સેલેબ્સે સોશિયલ મીડિયા છોડવાનો નિર્ણય લીધો હતો, જેમાં સોનાક્ષી સિંહા, સાકિબ સલીમ તથા શશાંક ખૈતાન સામેલ છે.

-દેવાંશી

Exit mobile version