Site icon hindi.revoi.in

સાઉદી અરેબિયામાં પોલીસની સાથે અથડામણમાં આઠ શકમંદ આતંકવાદીઓ ઠાર

Social Share

રિયાધ: સાઉદી અરેબિયાના પૂર્વ કતીફ વિસ્તારમાં શનિવારે પોલીસ સાથેની અથડામણમાં એક આતંકવાદી સંગઠનના આઠ સદસ્યો ઠાર થયા છે. સરકારી મીડિયાએ આની જાણકારી આપી છે.

સાઉદી પ્રેસ એજન્સીએ એક સંરક્ષણ પ્રવક્તાને ટાંકીને અહેવાલમાં જણાવ્યુ છે કે તાજેતરમાં રચાયેલા સંગઠને દેશની સુરક્ષા વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને પાર પાડવાની તૈયારી કરી હતી.

જણાવવામાં આવ્યું છે કે સુરક્ષાદળો પર ગોળીબાર બાદ કરવામાં આવેલી કાર્યવાહીમાં આઠ આતંકીઓ ઠાર થયા છે. પ્રવક્તાનું કહેવું છે કે શકમંદ આતંકીઓને આત્મસમર્પણ માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ તેમણે સુરક્ષાદળો પર ગોળીબાર કરવાની શરૂઆત કરી હતી. જેમાં તેઓ ઠાર થયા હતા. તેમણે જણાવ્યુ છે કે અભિયાનમાં કોઈ નાગરીક અથવા સુરક્ષાકર્મીઓને નુકસાન પહોંચ્યું નથી.

Exit mobile version