Site icon hindi.revoi.in

સાઉદી અરેબિયાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો, પાકિસ્તાનની જીડીપી પર અસર

Social Share

અમદાવાદ: પાકિસ્તાન આર્થિક રીતે તુટી રહ્યું છે તે વાતથી તો સૌ કોઈ જાણકાર છે પણ હવે સાઉદી અરેબિયા તરફથી પાકિસ્તાનને ફટકો મારવામાં આવ્યો છે. સાઉદીના ઝટકાથી પાકિસ્તાન વધારે આર્થિક રીતે કંગાલ થવાની સંભાવના છે.

વાત એવી છે કે વર્ષ 2018માં સાઉદી અરબ દ્વારા પાકિસ્તાનને 3 વર્ષ માટે 6.2 બિલિયન ડોલરનું પેકેજ આપવામાં એલાન કરવામાં આવ્યું હતુ જેમાં પાકિસ્તાનને 3 બિલિયન રોકડા અને બાકી પેટ્રોલ અને ગેસનો સપ્લાય કરીને મદદ કરવામાં આવી છે. હવે પાકિસ્તાન દ્વારા પૈસા આપવામાં આનાકાની કરવામાં આવી રહી છે અને 3 બિલિયન ડોલરના બદલે 1 બિલિયન ડોલર જ પરત કરવામાં આવ્યા છે જે પાકિસ્તાનને ચીન દ્વારા આપવામાં આવ્યા છે.

પાકિસ્તાનના આ પ્રકારના વલણ તથા કાશ્મીર મુદ્દે સાઉદી અરેબિયાને ખરીખોટી સંભળાવતા સાઉદી અરેબિયાએ હવે પોતાનું નાણાકીય સમર્થન પાછું ખેચી લીધું છે જેના કારણે પાકિસ્તાનમાં આર્થિક સંકટ આવવાની સંભાવના છે.

સૂત્રોના આધારે પાકિસ્તાન પાસે હાલ 12 અરબ ડોલરનું વિદેશી મુદ્રા ભંડાર છે અને પાકિસ્તાનનું દેવું તેમની જીડીપીના 90 ટકા બરાબર છે. પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે તેને દેશનું દેવું ઉતારવા માટે પણ દેવું કરવું પડી રહ્યું છે.

પાકિસ્તાની મીડિયા દ્વારા પણ એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે પાકિસ્તાનનું દેવું 37,500 અરબ પાકિસ્તાની રૂપિયા થઈ જશે જે ઘરેલું ઉત્પાદનના 90 ટકા બરાબર થઈ જશે. રિપોર્ટમાં તે પણ કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન દ્વારા આ વર્ષે 2800 અરબ પાકિસ્તાની રૂપિયા દેવું ઉતારવા માટે ખર્ચ કરવામાં આવશે. જો કે તહરીક-એ-ઈંસાફ પાર્ટી સત્તામાં આવી હતી ત્યારે આ પાર્ટી દેવું 24800 લાખ કરોડ રૂપિયા હતું અને હવે તે ઝડપથી વધી રહ્યું છે.

_Vinayak

Exit mobile version