નવી દિલ્હી: પાકિસ્તાન એક તરફ આતંકવાદ વિરુદ્ધ લડાઈની વાત કરે છે. પરંતુ બીજી તરફ આંતકવાદના સરપરસ્તોની માત્ર રખેવાળી કરતી નથી, પરંતુ તેમને ભારતમાં આતંકવાદ ફેલવવાની નાપાક ચાલ ચાલે છે. પુલવામા બાદ જ્યારે બાલાકોટ એરસ્ટ્રાઈક કરવામાં આવી, તો પહેલા પાકિસ્તાને તેને માનવાનો ઈન્કાર કરી દીધો હતો. એટલું જ નહીં, પાકિસ્તાને દેશી અને વિદેશી મીડિયાને ત્યાં જવાની મજૂરી આપી નથી. જ્યારે આતંકવાદી કેમ્પોની તબાહીની તસવીરો આવવા લાગી, તો ત્યાંના એક પ્રધાને આને ભારત તરફથી ઈકોલોજિકલ ટેરરિઝ્મ ગણાવ્યો હતો. પરંતુ સેટેલાઈટ તસવીરોથી જાણકારી મળે છે કે પાકિસ્તાન એક તરફ મોટા પ્રમાણમાં ભારતમાં ઘૂસણખોરીની કોશિશો કરતું રહે છે.
સેટેલાઈટ દ્વારા લીપા અને શારદા સેક્ટરની તસવીરો સામે આવી છે, જેનાથી જાણકારી મળે છે કે કોઈપણ પ્રકારે પાકિસ્તાન પોતાના નાપાક ઈરાદાઓને જમીન પર ઉતારવાની ફિરાકમાં છે. ટાઈમ્સ નાઉએ પોતાના અહેવાલમાં જાણકારી રજૂ કરતા જણાવ્યુ છે કે આનાથી ખુલાસો થાય છે કે પાકિસ્તાન સીમાપાર સંચાલિત થઈ રહેલા આતંકી કેમ્પોને મજબૂત કરવામાં મદદ કરી રહ્યું છે. નૌશેરા, તંગધાર, કરની અને આસપાસના વિસ્તારોમાં આતંકી ભારતીય સીમામાં ઘૂસવાની ફિરાકમાં છે.
આ વિષય પર સંરક્ષણ મામલાના જાણકારી જી. ડી. બક્ષીએ કહ્યુ છે કે બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાનના સત્તાધીશો કંઈક હદે ડર્યા જરૂર છે. પરંતુ સચ્ચાઈ એ છે કે ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપવાની તેમની સ્ટેટ પોલિસી બની ચુકી છે. માટે તેઓ આવા પ્રકારની કાર્યવાહીથી પાછા નહીં હટે. તેવામાં જરૂરી છે કે પાકિસ્તાનની વિરુદ્ધ ભારતે સામરિક, રાજદ્વારી અને કૂટનીતિક ઘેરાબંધી કરવી પડશે.
આ મુદ્દા પર અન્ય એક જાણકાર આર. એસ. એન. સિંહે કહ્યુ છે કે આ કોઈ નવી વાત નથી. પાકિસ્તાનની હરકતોના ન જાણે કેટલા પુરાવા છે. સચ્ચાઈ એ છે કે પાકિસ્તાનનું અસ્તિત્વ જ એ વાત પર ટકેલું છે કે તેઓ ભારતમાં કેટલી હદે અશાંતિ ફેલાવી શકે છે. તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઐતિહાસિક સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમનું કહેવું છે કે દેશનું જ્યારે વિભાજન થયું, તો માનસિકપણે પાકિસ્તાનના તત્કાલિન સત્તાધીશો એ વાતથી પરેશાન હતા કે તેમના હિસ્સામાં સડેલો વિસ્તાર આવ્યો છે. આ માનસિકતાની સાથે તેમણે ભારતની સાથે સંબંધ નહીં બનાવવાનો નિર્ણય કર્યો છે. તેવામાં જાહેર છે કે ભારત તેમના માટે કુદરતી અને સ્વાભાવિક મિત્ર હોઈ શકે નહીં.