- સંજય કૂપરની પુત્રી શનાયા કપુર બોલિવૂમાં કરશે એન્ટ્રી
- પિતાએ કહ્યું દરેકે પોતાના બલબુતા પર આગળ વધવું જોઈએ
મુંબઈઃ-બોલિવૂડના સુપર સ્ટાર્સના કિડ્સ હવે બોલિવૂડમાં એન્ટ્રી કરી રહ્યા છે, શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપુર હોય કે પુછી શાહરુખ ખાનની પુત્રી સુહાના ખાન હોય કે સેફ અલી ખાનની પુત્રી સારાઅલી ખાન હોય આ તમામ સ્ટાર કિડ્સ બોલિવૂડમાં પોતાની શાનદાર એક્ટિંગનો જાદૂ ચલાવી ચૂક્યા છે ત્યારે હવે આ શ્રેણીમાં સંજય કપૂરની પુત્રી શનાયા પણ થોડા સમયમાં પોતાની એક્ટિંગનો જાદૂ ચલાવતી જોવા મળે તો નવાઈની વાત નહી હોય
ધર્મા પ્રોડક્શન હેઠળ સંજય કપૂર અને મહદીપ કપૂરની પુત્રી શનાયા કપૂર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે, તે જુલાઈ મહિનામાં તેના ડેબ્યૂ પ્રોજેક્ટ માટે શૂટિંગ શરૂ કરનાર છે. એક્ટ્રેસે આ માહિતી ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તેણે એક વીડિયો શેર કરીને લખ્યું છે કે, “મને આજે સવારે સારા સમાચાર મળ્યા. ધર્મા મૂવીઝ દ્વારા મારી પહેલી ફિલ્મનું શુટિંગ જુલાઈથી શરૂ થશે. હું આ ફિલ્મ વિશે ખૂબ જ ઉત્સાહિત છું. તમે બધા મારી સાથે બન્યા રહો.”
પુત્રીના ડેબ્યૂને લઈને પિતા સંજય કપૂરે કહ્યું, “તે લાંબા સમયથી અભિનેત્રી બનવા માંગે છે. આ ઉંમર એવી છે કે તમે પોતાના અનુભવ પરથી શીખો છો. તે જાણે છે કે હું તેની સાથે છું. પ્રામાણિકપણે કહું તો, મને લાગે છે કે દરેક વ્યક્તિએ પોતાના બલબૂતા પર આગળ વધવું જોઈએ અને તે વધુ સારું રહેશે કે તે પોતાની ભૂલો અને અનુભવથી શીખીને આગળ વધે મને આશા છે કે તે વધુ સારું કામ કરે અને લોકોનીઉમ્મદપર સાચી ઉતરે”.
શનાયાએ વર્ષ 2019 માં પેરિસમાં ‘લે બાલ’ સાથે ડેબ્યૂ કર્યું હતું. તેણે ફિલ્મ ‘ગુંજન સક્સેના: ધ કારગિલ ગર્લ’ ફિલ્મ માટે તેના સહાયક દિગ્દર્શક તરીકે બોલિવૂડની સફરની શરૂઆત નેટફ્લિક્સ પર રજૂ કરી હતી, જેમાં તેની કઝિન જ્હાનવી મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.
આ સાથે જ તાજેતરમાં જ તેણે નેટફ્લિક્સ શો, ફેબ્યુલસ લાઈવ્સ ઓફ બોલીવુડ વાઇવ્સમાં અભિનય કર્યો હતો. આ શોમાં તેની માતા મહીપ, સીમા ખાન, નીલમ કોઠારી અને ભાવના પાંડે પણ જોવા મળી હતી. ત્યારે હવે બોલિવૂડની ફિલ્મમાં શનાયાની એક્ટિંગ જોવા દર્શકો અને તેના ચાહકો આતુર બન્યા છે.