1. Home
  2. revoinews
  3. મુંબઈ અને બોલિવૂડ છોડવા પર સંજના સંધીની પ્રતિક્રિયા
મુંબઈ અને બોલિવૂડ છોડવા પર સંજના સંધીની પ્રતિક્રિયા

મુંબઈ અને બોલિવૂડ છોડવા પર સંજના સંધીની પ્રતિક્રિયા

0
  • સંજના સંધીએ બોલિવૂડ અને મુંબઈ છોડવાની બાબતે આપી સ્પષ્ટતા
  • મેં કાયમ માટે કોઈ પણ વસ્તુને અલવિદા કહી નથી – ન તો મુંબઈને અને ન તો કોઈપણ વસ્તુને- સંજના સંઘી
  • 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે દિલ બેચારા

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તેનાથી જોડાયેલા દરેક લોકો ચર્ચામાં છે. તો બીજી તરફ તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની એક્ટ્રેસ સંજના સંધી પણ સુશાંત સિંહના નિધન પછી સતત ચર્ચામાં છે. ભૂતકાળમાં મુંબઈ પોલીસ દ્વારા સુશાંતના આપધાત લઈને સંજનાની સાથે પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ સંજના સંધી તેમની એક પોસ્ટને લઇ ચર્ચામાં આવી હતી. સંજનાએ તેમની પોસ્ટમાં મુંબઈને અલવિદા કહેવા વિશે લખ્યું છે. જે બાદ બધાને લાગ્યું કે હવે તે મુંબઈ પાછી આવશે નહીં. આ સાથે જ સંજનાએ બોલિવૂડ અને મુંબઈ છોડવાની બાબતે સ્પષ્ટતા આપી છે.

એક્ટ્રેસ સંજના સાંધીએ બુધવારે સોશિયલ મીડિયા પર દિલ્હી પરત ફરવા અંગેની માહિતી આપતાં કહ્યું હતું કે હવે તે ભાગ્યે જ મુંબઈ પરત ફરશે. તો,બીજી એક નવી પોસ્ટ શેર કરતી વખતે તેણે લખ્યું, ‘અરે અરે ! મારી પાછલી સ્ટોરીમાંથી ઘણું બધું બદલાઈ ગયું છે. જ્યારે મે મારી પોસ્ટ ફરીથી વાંચી ત્યારે હું સમજી ગઈ કે શા માટે આવા અર્થ બનાવવામાં આવ્યા છે. મેં કાયમ માટે કોઈ પણ વસ્તુને અલવિદા કહ્યું નથી – ન તો મુંબઈને અને ન તો કોઈપણ વાતને.

સંજના સાંઘી અને સુશાંત સિંહની ફિલ્મ ‘દિલ બેચારા’ આવતા મહિને 24 જુલાઈએ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. જોકે તેના ચાહકો અને કેટલાક સ્ટાર્સ ઇચ્છતા હતા કે તે સિનેમાઘરમાં રિલીઝ થાય. જોકે, નિર્માતાઓએ તેની ફિલ્મ ડિઝની હોટસ્ટાર પર રિલીઝ કરવાનો નિર્ણય લીધો હતો.

(Devanshi)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.