1. Home
  2. revoinews
  3. સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ પહેલા સેનેટાઈઝીંગ મશીનમાંથી થવું પડશે પસાર
સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ પહેલા સેનેટાઈઝીંગ મશીનમાંથી થવું પડશે પસાર

સ્વર્ણિમ સંકુલમાં પ્રવેશ પહેલા સેનેટાઈઝીંગ મશીનમાંથી થવું પડશે પસાર

0
  • મશીનમાં જે તે વ્યક્તિનું ઓક્સિજન લેવલ ચેક કરાશે
  • 100થી વધારે ટેમ્પરેચર હશે વાગશે સાયરન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. એટલું જ નહીં કેટલાક ધારાસભ્યો અને સરકારી અધિકારી-કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડ્યાં છે. ત્યારે હવે ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ 1 પાસે સેનેટાઈઝ મશીન મૂકાવામાં આવ્યું છે. લગભગ આઠેક લાખની કિંમતના ખર્ચે આ મશીન તૈયાર કરવામાં આવ્યું છે. આ મશીનમાં પ્રવેશ કરનારી વ્યક્તિનું ઓક્સિજન લેવલ, પલ્સ અને તાપમાન મપાશે.

ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલ-1 પાસે મુકવામાં આવેલા આ મશીનમાં પ્રવેશ કરનારનું ટેમ્પરેચર 100થી વધારે હશે તો થર્મલ કેમેરામાં સાયરન ચાલુ થશે અને જે તે વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે. એટલું જ નહીં જે તે વ્યક્તિનું ઓક્સિજન લેવલ પણ ચેક કરવામાં આવશે. સેનેટાઇઝ મશીનમાં 45 ડિગ્રી તાપમાન મેઇન્ટેઇન કરાય છે અને એર સ્પ્રેથી પ્રવેશ કરનારી વ્યક્તિને સેનેટાઇઝ કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. તેમજ ત્યારે રોજના સરેરાશ 700થી વધારે પોઝિટિવ કેસ નોંધાય છે. જેથી આરોગ્ય વિભાગ વધારે સતર્ક બન્યું છે અને કોરોના વાયરસનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.