Site icon hindi.revoi.in

કોરોના કાળમાં લોકોની મદદે આવ્યા સલમાન ખાન, ડેલી વેજ વર્કરના ખાતામાં આટલા રૂપિયા કરશે ટ્રાન્સફર

Social Share

મુંબઈ: કોરોના સંક્રમણની બીજી લહેરે તાંડવ મચાવ્યો છે. દરરોજ લાખો લોકો હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. સામાન્ય લોકોથી લઈને સેલેબ્સ સુધી આ ભયંકર વાયરસની ચપેટમાં ઝડપથી આવી રહ્યા છે.એવામાં કોરોનાના કહેરને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની રફતાર ફરી ધીમી પડી છે. ઘણા રાજ્યોમાં શૂટિંગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.એવામાં ડેલી વેજ વર્કરને ફરી એકવાર આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ડેલી વર્કર્સને ફરી એકવાર તેમની આજીવિકા માટે લડવું પડી રહ્યું છે પરંતુ આ લોકો તરફ બોલિવૂડ એક્ટર સલમાન ખાને મદદ માટે હાથ લંબાવ્યો છે.સલમાન ખાન સ્પોટબોય,તકનીશિયન,મેકઅપ આર્ટીસ્ટ,સ્ટંટમેન જેવા 25 હજાર ડેલી વેજ વર્કરની મદદ કરશે.

FWICE ના પ્રમુખ બીએન તિવારીએ આ વાતની ખૂદ પુષ્ટિ કરી છે.તેણે કહ્યું કે, અમે સલમાન ખાનને જરૂરિયાતમંદ લોકોની લિસ્ટ મોકલી હતી અને ત્યારબાદ તેઓ આર્થિક મદદ પૂરી પાડવા માટે સંમત થયા છે સમાચાર અનુસાર સલમાન ખાન લગભગ 25 હજાર લોકોના ખાતામાં સીધા 1500 રૂપિયા પહોંચાડવા જઈ રહ્યો છે.

Exit mobile version