Site icon hindi.revoi.in

સલમાન ખાન હવે જોવા મળી શકે છે ‘રેડ’ ફિલ્મના ડાયરેક્ટ રાજ ગુપ્તાની આગામી એક્શન થ્રીલર ફિલ્મમાંઃ-ભાઈજાનને ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ આવી

Social Share

મુંબઈઃ- તાજેતરમાં બોલિવૂડનો અભિનેતા સલમાન ખાન તેમની ફિલ્મ ભાઈજાનને લઈને સુર્ખીઓમાં જોવા મળે છે,આ સાથે જ બીજા એક સામા સમાચાર સામે આવી રહ્યા છે,બોલિવૂડમાં રેડ, નો વન કિલ્ડ જેસિકા, આમિર ઓર ઘનચક્કર જેવી ફિલ્મો આપનારા રાજકુમાર ગુપ્તા સાથે  સલમાન ખાને એક્શન થ્રીલર ફિલ્મ કરવા માટે હામી  ભરી છે, તેમની સલમાન સાથેની આ ફિલ્મ સત્યઘટના પર આધારિત છે, જો કે આ મામલે સત્તાવાર રીતે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

આ મામલે એક  મીડિયા રિપોર્ટ પ્રમાણે રાજકુમારની આગામી એક્શન થ્રીલર ફિલ્મમાં સલમાને પોતાની હાજરી નોંધાવી છે. બંને લોકો વચ્ચે બેઠક પણ થઈ રહી છે. આ સ્થિતિને જોતા લાગી રહ્યું છે કે,સલમાનને ખરેખર રાજકુમારની સ્ક્રિપ્ટ ગમી છે અને તે ફિલ્મ સાથે ડોજાયેલા રહેવા માંગે છે. આ પ્રોજેક્ટને લઈને હાલ બન્ને વચ્ચે અંતિમ સ્તરે ચર્ચાઓ ચાલી રહી છે.

આ રિપોર્ટ પ્રમાણે જો યોજના પ્રમાણે બધુ બરબર ચાલશે તો આગામી બે મહિનામાં ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ શરૂ થઈ જશે. આ ફિલ્મની વાર્તા ભારતીય ઇતિહાસની સાચી ઘટનાથી પ્રેરિત હશે. જે રાજકુમારે પોતે લખી છે. લોકડાઉન દરમિયાન દિગ્દર્શકે ફિલ્મની સ્ક્રીપ્ટ તૈયાર કરવા માટે ઘણા સંશોધન કર્યા છે. આ દરમિયાન તે સલમાન સહિત અનેક લેખકોને મળ્યો છે.

મીડિયા રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે જે ફિલ્મ સલમાન અને દિગ્દર્શક વચ્ચે ચર્ચામાં છે તે એક રોમાંચક ફિલ્મ હશે, જેની સ્ક્રિપ્ટ સલમાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે.

Exit mobile version