1. Home
  2. revoinews
  3. લોકડાઉન અનલોક થયા પછી આ માસ્કની માંગમાં થયો ઘટાડો
લોકડાઉન અનલોક થયા પછી આ માસ્કની માંગમાં થયો ઘટાડો

લોકડાઉન અનલોક થયા પછી આ માસ્કની માંગમાં થયો ઘટાડો

0
  • માસ્કના વેચાણમાં 20 ટકા ઘટાડો નોંધાયો
  • લોકડાઉન બાદ માસ્કનું વેચાંણ ઘટ્યું
  • હવે લોકો વોશેબલ માસ્કનો વધુ ઉપયોગ કરવા લાગ્યા
  • લોકડાઉનમાં 10 કરોડ માસ્કનું થયું હતું વેંચાણ

સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યું હતું,કોરોના મહામારીના કારણે લોકો માટે માસ્ક જીવન જરુરીયાતની ફરજીયાત વસ્તુ બની હતી,રોંજીદા જીવનમાં લોકો મોટા પ્રમાણ માસ્ક પહેરવા લાગ્યા છે,જો કે જ્યારથી લોકડાઉન અનલોક કરવામાં આવ્યુું છે ત્યારથી 9-95 માસ્ત અને થ્રી લેયરના માસ્કના વેંચાણમાં ઘટાડો થયો છે કરાણ કે, એન-95 માસ્ક એક વાર પહેરીને ફેંકી દેવું પડતું હોવાથી લોકો કોટનનાં અને વોશેબલ માસ્કનો ઉપયોગ વધુ કરવા લાગ્યા

જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો માર્ચથી મે મહિના દરમિયાન એન-95 અને થ્રી-લેયર માસ્કની માંગ ખુબ વધી હતી અને અંદાજે 10 કરેડ જેટલા માસ્કનું વેંચાણ થયું હતું,પરંતુ જ્યારથી લોકડાઉન જ્યારથી અનલોક કરવામાં આવ્યું છે ત્યારથી આ પ્રકારના માસ્કની માંગ ઘટી છે ,કારણ કે લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે સાથે હવે લોકો વોશેબલ માસ્કનો ઉપયોગ કરતા થયો છે,એન 95 માસ્ક અમૂક સમય પછી ફેકી દેંવા પડતા હોય છે જ્યારે કાપડના માસ્કને ગમે તેટલી વખત યૂઝ કરીને તેનો ફરી ઉપયોગ કરી શકાય છે જેથી લોકો હવે વોશેબલ માસ્કનો વપરાશ કરવા લાગ્યા છે.એન 95 અને થ્રી લેયર માસ્કના વેંચાણમાં અંદાજે 20 ટકા ઘટાડો થયો છે,

લોકડાઉન જ્યારથી ખુલ્યું છે ત્યારથઈ હવે મોટા પ્રમાણમાં જનતા કોટનનાં વોશેબલ માસ્ક અને રૂમાલનો ઉપયોગ કરતાં થયાં હોવાથી એન-95 અને થ્રી-લેયર માસ્કનાં વેચાણમાં 20 જેટલો ઘટાડો થયો છે. બીજુ એકે લોકોને 20 કે 30 રુપિયા વાડા માસ્ક ખરીદવા મોંધા પણ પડી રહ્યા છે જેથી કોટનના આ નમાસ્ક માત્ર 10 રુપિયાની કિંનતમાં મળતા હોવાથી લોકો હવે આ માસ્ક તરફ વળ્યા છે,ત્યારે ત્રીજા ભાગના લોકો જે 10 રુપિયા જેવી કિંમત પણ ખર્ચ કરવા તૈયાર નથી તેઓ ઘરમાં રહેલા જ કોટનના રુમાલનો માસ્ક તરીકે ઉપયોગ કરવા લાગ્યા છે.

(sahin)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.