- સેફ અલી ખાન તેના ફેંસને આપશે વધુ એક સરપ્રાઇઝ
- આ પુસ્તક 2021 પડશે બહાર
- આગામી ફિલ્મ આશિક આવારા માટે તેમને ફિલ્મફેરનો બેસ્ટ નવોદિત એક્ટરનો એવોર્ડ પણ જીત્યો
- સેફ તેના જીવન, કુટુંબ, સફળતા અને નિષ્ફળતા, તેની પ્રેરણા અને ફિલ્મો વિશે લખશે
મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન નવાબ પરિવારમાંથી આવે છે. તેમના પિતા મશહૂર દિવંગત ક્રિકેટર મંસૂર અલી ખાન હરિયાણાના પટૌડી રજવાડના હતા. સૈફનો જન્મ વર્ષ 1970માં નવી દિલ્હીમાં થયો હતો. સૈફની કારકિર્દીની શરૂઆત ફિલ્મ પરંપરાથી થઈ હતી. તેની આગામી ફિલ્મ આશિક આવારા માટે તેમને ફિલ્મફેરનો બેસ્ટ નવોદિત એક્ટરનો એવોર્ડ પણ જીત્યો છે…
સૈફ બોલિવૂડનાએ એકટર્સમાંથી એક છે જેમણે છેલ્લા બે દાયકામાં સૌથી વધુ પ્રયોગો કર્યા છે અને કંઈક નવું કરવાનો પ્રયાસ કરે છે. હવે સમાચાર છે કે તે તેનું જીવનચરિત્ર લખવા જઈ રહ્યા છે. આ પુસ્તકમાં સૈફ તેના જીવન, કુટુંબ, સફળતા અને નિષ્ફળતા, તેની પ્રેરણા અને ફિલ્મો વિશે લખશે….
સૈફનું જીવનચરિત્ર હાર્પર-કોલિન્સ પ્રકાશિત કરશે અને આ પુસ્તક 2021માં બહાર પાડવામાં આવશે. #SaifAliKhan સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ રહે છે. આ સિવાય સૈફ અને કરીના બીજી વખત માતા-પિતા બનવા જઈ રહ્યા છે. સૈફ અને કરીનાએ ઓક્ટોબર 2012માં લગ્ન કર્યા હતા. કરીનાએ ડિસેમ્બર, 2016માં તેના પહેલા બાળક તૈમૂરને જન્મ આપ્યો હતો.
સૈફના પહેલા લગ્ન અમૃતા સિંહ સાથે થયા હતા. બંનેએ લવ મેરેજ કર્યા હતા. તેમના બંને પરિવારો આ લગ્નની વિરુદ્ધ હતા, પરંતુ અંતે તેઓએ લગ્ન કરવામાં કામયાબ રહ્યા હતા. સૈફ અને અમૃતાને એક પુત્ર ઇબ્રાહિમ અને પુત્રી સારા પણ છે. લગ્ન જીવન લાંબુ ચાલ્યું નહીં અને બંને અલગ થઈ ગયા હતા.
_Devanshi