- સૈફ એ શરૂ કરી વેબ સીરીઝની ડબિંગ
- વેબ સિરીઝ ‘તાંડવા’ ની ડબિંગ શરૂ
- વેબ શો માં ભારતીય રાજકારણની ડાર્ક સાઈડ બતાવાશે
મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાને તેના આગામી વેબ શો ‘તાંડવ’ ની ડબિંગ શરૂ કરી દીધી છે. વેબ શોના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે એક્ટરની વર્ક મોમેન્ટ શેર કરી હતી. તેમણે લખ્યું કે, “કોરોના કાળમાં સૈફ અલી ખાન સાથે ડબિંગ. સાઉન્ડ ડિઝાઇનર દિલીપ સુબ્રમણ્યમ. કામ કરવાની નવી રીત.”
અબ્બાસ ઝફર દ્વારા શેર કરવામાં આવેલા ફોટામાં એક્ટર સૈફ અલી ખાન ઘરેથી કામ કરતા નજરે પડે છે. ફોટામાં સૈફ અલી ખાન ડાયલોગ સીટ વાંચતા નજરે પડે છે જ્યારે એક વ્યક્તિ એ માઇક પકડેલું છે, જેનાથી સંકેત મળી રહ્યો છે કે ડબિંગ કરવામાં આવી રહ્યું છે.
વેબ શો ‘તાંડવ’ માં ભારતીય રાજકારણની ડાર્ક સાઈડ બતાવવામાં આવી છે, જેમાં સુનીલ ગ્રોવર, મોહમ્મદ જીશાન અયૂબ અને સારા જેન ડાયસ એ પણ અભિનય કર્યો છે.
સેક્રેડ ગેમ્સમાં સૈફ અલી ખાનને જબરદસ્ત લોકપ્રિયતા મેળવી હતી. જ્યારે તેના આ પાત્રને પ્રેક્ષકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી, ત્યારે સમિક્ષકોએ પણ તેમના ડિજિટલ ડેબ્યુની પ્રશંસા કરી હતી. સૈફની આ નવી વેબ સિરીઝ અમેરિકન રાજકીય થ્રિલર હાઉસ ઓફ કાર્ડ્સની તર્જ પર છે. પરંતુ તે ભારતીય રાજકારણના માળખામાં છે. સૈફ અલી ખાને અગાઉ પણ ખુલાસો કર્યો હતો કે તેની ભૂમિકા આ સિરીઝમાં ચાણક્ય સમાન એક રાજનેતાની છે.
_Devanshi