Site icon hindi.revoi.in

વિદેશમંત્રી એસ જયશંકર આજથી બહેરીન, યુએઇ અને સેશેલ્સની પાંચ દિવસીય મુલાકાતે

Social Share

દિલ્લી: વિદેશમંત્રી એસ જયશંકર 24 નવેમ્બથી 29 નવેમ્બર સુધી બહેરીન, સંયુક્ત આરબ અમીરાત અને સેશેલ્સની મુલાકાતે છે. વિદેશ મંત્રાલયે સોમવારે આ સમગ્ર બાબતે માહિતી આપીને કહ્યું હતું કે આ મુલાકાત દરમિયાન તેઓ તેમના સમકક્ષો અને દેશના ટોચનાં નેતાઓ સાથે મુલાકાત કરશે.

આ સાથે જ મંત્રાલયે જણાવ્યું હતું કે, મંત્રી જયશંકર 24-25 નવેમ્બરના રોજ બહેરિનમાં રહેશે. વિદેશ મંત્રી તેમની બહેરિનની આ પહેલી મુલાકાત હશે. તેઓ પ્રધાનમંત્રી પ્રિંસ ખલીફા ,બિન સલમાન અલ ખલીફાના મૃત્યુ અંગે ભારત સરકાર તરફથી બહેરીનના નેતૃત્વ સાથે શોક વ્યક્ત કરશે, ત્યાર બાદ વિદેશ મંત્રી જયશંકર 25-26 નવેમ્બરના રોજ યુએઈ એટલે કે સંયુક્ત અરબ અમીરાતની મુલાકાત લેશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જયશંકર 26 નવેમ્બરે યુએઈના વિદેશ પ્રધાન શેખ અબ્દુલ્લા બિન ઝાયદ અલ નહ્યાન સાથે મુલાકાત કરશે.

વિદેશ મંત્રી જયશંકર 27-28 નવેમ્બરના રોજ સેશેલ્સની મુલાકાત કરનાર છે આ સમય દરમિયાન તે સેશેલ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિને ભારતની મુલાકાતે આવવા માટે આમંત્રણ આપશે. આ ઉપરાંત, તે સેશેલ્સના પર્યટન અને વિદેશી બાબતોના મંત્રી, સિલ્વેસ્ટર રેદેગોન્ડે સાથે દ્વિપક્ષીય ચર્ચા કરશે.

_Sahin

Exit mobile version