Site icon hindi.revoi.in

રશિયાની કોરોના વેક્સિન 10 ઓગસ્ટ સુધી આવી શકે છે માર્કેટમાં- હ્યુમન ટ્રાયલ ખતમ- સ્વાસ્થ્ય મંત્રી

Social Share

સમગ્ર વિશ્વ હાલ કોરોનાના સંકટ વચ્ચે જીવી રહ્યુ છે,ત્યારે અનેક લોકોની નજર કોરોનાની વેક્સિન પર છે,વેક્સિન આવતા કોરોનાના સંકટ પર કાબુ મેળવવામાં ચોક્કસ સફળતા મળી શકશે,તો આ સમગ્ર બાબત વચ્ચે રશિયાના સ્વાસ્થ્ય મંત્રીએ એક સારા સમાચાર આપ્યા છે,કોરોનાની વેક્સિન કે જે ગામાલેયા ઈન્સ્ટિટ્યૂટ દ્રારા બનાવવામાં આવી હતી તેનનું માનવ પર ટ્રાયલ હવે પુરુ થઈ ચૂક્યું છે,આ સિવાય અન્ય બે કંપનીઓ એ પણ આ વેક્સિનના માનવ પરિક્ષણની પરવાનગી માંગી છે, આ વેક્સિનને લઈને દાવો કરવામાં આવ્યો છે કે,1 0 ઓગસ્ટના રોજ આ વેક્સિન સામાન્ય જનતા માટે માર્કેટમાં આવી શકે છે.

સ્પુતનિક ન્યૂઝ ડોટ કોમના જણાવ્યા પ્રમાણે રશિયાના સ્વાસ્થ્ય મંત્રી મિખાઈલ મુરાશ્કોએ કહ્યું કે,ગામાલેયાની રસીનું માનવ પરિક્ષણ પુરુ થઈ ચૂક્યું છે,હવે આ વેક્સિનને માર્કેટમાં ક્યારે લાવવી તે બાબત તેમના વૈજ્ઞાનિકો પર નિર્ભર કરે છે.

ઉલ્લેખનીય છે કે મોસ્કો સ્થિત ગામાલેયાના વૈજ્ઞાનિકો દ્રારા બે મહિના પહેલા આ વાતનો દાવો કરવામાં આવ્યા હતો કે,ઓગસ્ટ મહિનાના સુધી કોરોના વાયરસની પ્રથમ રસીને મંજુરી આપવામાં આવી શકે છે,એટલે કે બે મહિના સુધીમાં રશિયા દ્રારા કોરોના વાયરસની રસી માર્કેટમાં આવી જશે,ત્યારે રશિયાના અધિકારીઓ અને વૈજ્ઞાનિકોએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, વેક્સિનની મંજુરી માટે 10 ઓગસ્ટ તારીખ નક્કી કરવામાં આવી શકે છે તે બાબતે હાલ અમે કાર્ય કરી રહ્યા છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે આ વેક્સિન સામાન્ય જનતા માટે 10 ઓગસ્ટના રોજ બહાર પાડવાની પરવાનગી લેવામાં આવશે, જો કે તે પહેલા તેને ફ્રંટલાઈનના હેલ્થવર્કસને આપવામાં આવશે.

રશિયાના સોવપરન વેલ્થ ફંડના વડા એવા કિરિલ મિત્રિવ એ આ બાબતે જણાવ્યું હતું કે, આ એક ઐતિહાસિક તક છે,જે રીતે અંતરિક્ષમાં સૌ પ્રથમ અમારા દ્વારા સેટેલાઈટ સ્પુતિનિક મોકલ્યો હતો, આ તક પણ અમારા માટે કંઈક એવી ખાસ છે,આ સેટેલાઈટ વિશે સાંભળીને અમેરીકા પણ આશ્ચર્ય પામ્યું હતું, ત્યારે આ કોરોનાની વેક્સિન લોન્ચ થતા કંઈક આજ રીતે આશ્ચર્ય બનનાર છે.

જો કે વેક્સિનને લઈને રશિયાએ હજુ સુધી કોઈ માહિતી બહાર રજુ કરી નથી,માટે તેમની પ્રભાવશીલતા માટે હાલ કંઈજ કહી શકાય તેમ નથી, કેટલાક લોકો દ્રારા આ બાબતે આલોચના થી રહી છે,વેકર્સિનને માર્કેટમાં લાવવા માટે રાજકિય દબાણ કરવામાં આવી રહ્યું હોવાની વાતે પણ જોર પકડ્યું છે,આ સાથે જ વેક્સિનનાં અધુરા માનવ પરિક્ષણ થયા બાબતે અનેક સાવાલો ઉઠવા પામ્યા છે.

હાલ વિશ્વભરના અનેક કોરોનાની વેક્સિનનું પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે,રશિયાની આ વેક્સિન હજુ બીજા તબક્કામાં છે,જેને 3 ઓગસ્ટ સુધી પુરુ કરવાની વાત કરવામાં આવી હતી, ત્યાર બાદ ત્રીજા તબક્કામાં તેનું પરિક્ષણ કરવામાં આવશે, રશિયાના નિષ્ણાંતના ક્હયા પ્રમાણે આ વેક્સિન ખુબ જ જલ્દી તૈયાર કરી છે કારણે કે તે પહેલાથી જ અનેક પ્રકારની બિમારીઓ સામે લડવામાં સક્ષમ હતી,આજ વિચાર કેટલાક બીજા દેશો અને તેમની કંપનીઓનો પણ છે.

રશિયાની આ વેક્સિનના માનવ પરિક્ષણ માટે ત્યાના સૈનિકો આગળ આવ્યા છે,દાવો કરવામાં આવ્યો છે કે,આ યોજનાના નિર્દેશક એવા એલેકજેન્ડર ગિન્સબર્ગએ પોતે આ વેક્સિન પરિક્ષણમાં ભાગ લીધો છે.

સાહીન-

Exit mobile version