- મહારાષ્ટ્ર સરકારના નવા નવા નિયમો
- મહારાષ્ટ્રમાં પ્રવેશનારે કરાવવો પડશે આરટી-પીસીઆર ટેસ્ટ
- કોરોના નેગેટિવ લોકો જ આવી શકશે મહારાષ્ટ્રમાં
- રાજ્ય સરકાર બની સતર્ક
મુંબઈ :- સમગ્ર દેશમાં દિવાળઈ બાદ ફરી કવખત કોરોનાએ માંથુ ઊચક્યું છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર હવે કોરોનાને લઈને સખ્ત બની છે, હવેથી મહારાષ્ટ્રમાં પ્રવેશતા લોકો માટે રાજ્ય સરકાર દ્વારા નવા નિયમો જારી કરવામાં આવ્યા છે જે અંતર્ગત પ્રવેશ કરતા પહેલા આરટી -પીસીઆર ટેસ્ટ કરાવવા તમામ લોકો માટે ફરજિયાત રહેશે. અને જે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવશે તેઓને જ રાદ્યમાં એન્ટ્રી આપવામાં આવશે
રાજ્ય સરકાર દ્વ્રા વધતા કોરોનાના વ્યાપને અટકાવવા માટે આ પ્રકારનું પલગલું ભરવામાં આવ્યું છે.જો કે આ નિયમમાં ખાસ વાત એ છે કે અમુક રાજ્યમાંથી મહારાષ્ટ્રમાં પ્રવેશ કરતા લોકો માટે જ આ નિયમ લાગુ કરાય છે જેમાં ગુજરાત, દિલ્હી, રાજસ્થાન, ગોવાનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ રાજ્યોમાંથી મહારાષ્ટ્ર આવતા લોકોએ આ ટેસ્ટ ચોક્કસપણે કરાવવાનો રહેશે
જો સમગ્ર દેશમાં કોરોનાના કેસની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 39 હજાર 300 થી પણ વધુ કેસો સામે આવ્યા છે તો બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યા 41 હજાર 200ને પાર રહી છે
દેશમાં કોરોનાની સ્થિતિ આંકડા પ્રમાણે
છેલ્લા 1 દિવસમાં કોરોનાના કારણે 398 લોકોએ જીવ ગુમાવ્યા છે, આની સાથે સમગ્ર દેશનો કુલ મૃત્યુંઆકં 1 લાખ 33 હજાર 900ને પાર થયો છે, જો કે સાજા થનારા દર્દીઓ પણ વધ્યા છે અત્ય.ર સુધી કુલ 86 લાખ આસપાસ જેટલા દર્દીઓ સાજા પણ થયા છે આ સાથે જ હાલ સુધીના કોરોનાના કેસની સંખ્યા 91 લાખને પાર પહોંચી છે.ઉલ્લેખનીય છે કે દિવાળઈ પહેલા દેશમાં કોરોનાની રફ્તાર ઘીમી પડી હતી પરંતુ તહેવારો બાદ અચાનક કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાવવા લાગ્યું છે.
સાહીન-