- યુએનમાં ઈમરાનના ભાષણ પર આરએસએસની ટીપ્પણી
- ભારત અને સંઘ હવે સમાનાર્થી થઈ ગયા : RSS
- ઈશ્વરને પાર્થના, પાકિસ્તાની પીએમ આમ જ બોલતા રહે: RSS
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા સંયુક્ત રાષ્ટ્રના મંચ પરથી આરએસએસ પર નિશાન સાધવાને સંઘે ભારત વિરોધી ગણાવ્યું છે. આરએસએસના સહસરકાર્યવાહ ડૉ. કૃષ્ણ ગોપાલે કહ્યુ છે કે સંઘ માત્ર ભારતમાં છે. અમારી કોઈ શાખા દુનિયામાં ક્યાંય નથી. તેવામાં પાકિસ્તાન અમારાથી નારાજ કેમ છે? આનો અર્થ છે કે તેઓ જો સંઘથી નારાજ છે, તો ક્યાંક ભારતતી નારાજ છે. તેમણે કટાક્ષ કરતા કહ્યુ છે કે કંઈપણ કર્યા વગર ઈમરાનખાને દુનિયામાં અમને પ્રસિદ્ધી અપાવી દીધી છે. આ તો સારી વાત છે.
ભારત અને સંઘ હવે સમાનાર્થી થઈ ગયા : RSS
કૃષ્ણ ગોપાલે આગળ કહ્યુ છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ભારત હવે સમાનાર્થી થઈ ગયા છે. તેમણે સ્મિત સાથે કહ્યુ કે અમે પણ એ ચાહતા હતા કે દુનિયા સંઘ અને ભારતને એક જ સમજે, બે સમજે નહીં અને આ કામ ખૂબ સારી રીતે ઈમરાન સાહેબે કર્યું છે, માટે અમે તેમને અભિનંદન આપીએ છીએ.
ઈશ્વરને પાર્થના, પાકિસ્તાની પીએમ આમ જ બોલતા રહે: RSS
સહસરકાર્યવાહ કૃષ્ણ ગોપાલે કહ્યુ છે કે કંઈપણ કર્યા વગર અમારું નામ દુનિયાને પહોંચાડી રહ્યા છે. જે-જે આતંકવાદથી પીડિત છે, આતંકવાદના વિરોધમાં છે, તે દુનિયામાં આ અનુભવ કરવા લાગ્યા છે. કેટલીક વાત છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ક્યાંકને ક્યાંક આતંકવાદના વિરોધમાં તો છે, ત્યારે તો આટલો વિરોધ થઈ રહ્યો છે. તેવામાં કંઈપણ કર્યા વગર આટલી પ્રસિદ્ધિ,પ્રતિષ્ઠા મળી રહી છે, આટલું સારું છે. અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તે (પાકિસ્તાની પીએમ) પોતાની આ વાણીને વિરામ આપે નહીં, બોલતા રહે.
ઈમરાને યુએનમાં કહ્યુ હતુ કે-
પાકિસ્તાની પીએમ ઈમરાન ખાને કહ્યુ છેકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આજીવન સદસ્ય છે. યુએનમાં પોતાના ભાષમાં આરએસએસનો ઉલ્લેખ કરતા ઈમરાન ખાને કહ્યુ હતુ કે કોંગ્રેસની સરકારના ગૃહ પ્રધાને કહ્યુ હતુ કે આરએસએસના કેમ્પોમાં આતંકવાદની ટ્રેનિંગ આપવામાં આવે છે.
મહત્વપૂર્ણ છે કે 2013માં તત્કાલિન ગૃહ પ્રધાન સુશીલ કુમાર શિંદેએ કહ્યુ હતુ કે તેમની પાસે આ બાબતનો અહેવાલ છે કે ભાજપ અને આરએસએસના ટ્રેનિંગ કેમ્પોમાં હિંદુ આતંકવાદની ટ્રેનિંગ આપવામાં આવે છે. જો કે કેટલાક કલાક બાદ શિંદેએ પોતાની વાત પર યુટર્ન લીધો હતો. ત્યાર બાદ શિંદેએ સ્પષ્ટીકરણ આપતા કહ્યુ હતુ કે તેમણે હિંદુ આતંકવાદ નહીં, પરંતુ ભગવા આતંકવાદ કહ્યું હતું.